દક્ષિણ કોરિયન કાર નિર્માતા હ્યુન્ડાઈ અને કિયાને આગના જોખમને ટાંકીને તેમના વાહનોને મોટાપાયે પાછા બોલાવી લીધા છે. મળતી માહિતી અનુસાર એન્ટિલોકમાં શોર્ટ સર્કિટના કારણે આ રિકોલ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે બ્રેક સિસ્ટમમાં આગ લાગવાનું જોખમ રહેલું છે. આ સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી બહાર પાર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ સમસ્યા ખામીયુક્ત ABS મલ્ટિફ્યુઝ અને સંભવિત રૂપે ખામીયુક્ત ABS મોડ્યુલને કારણે ઉદ્ભવે છે અને આ સમસ્યાનો ઉકેલ મલ્ટિફ્યુઝ અથવા મોડ્યુલને બદલાશે. જેમ તમે જાણો છો રિકોલમાં કરવામાં આવેલા તમામ કામ માટે માલિક પાસેથી કોઈ ફી વસૂલવામાં આવતી નથી તેવી જ રીતે આ રિકોલમાં પણ હ્યુન્ડાઈ અથવા કિયા ડીલર દ્વારા કામ મફતમાં કરવામાં આવશે.
માલિકોને ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે
અસરગ્રસ્ત વાહનોના માલિકોને 5 એપ્રિલના રોજ અથવા તેની આસપાસ મેઇલ દ્વારા માહિતી પ્રાપ્ત થવાની અપેક્ષા છે, જ્યારે માલિકોને આ દરમિયાન પ્રશ્નો હોય તેઓ Hyundaiના કસ્ટમર કેયર સેન્ટર 1-855-371-9460 પર સંપર્ક કરી શકે છે અને 218 નંબર પર કૉલ કરી શકે છે. આપને જણાવી દઈએ કે Kia વાહનોના માલિક આ નંબર પર 1-800-333-4542 કૉલ કરી શકે છે અને આ રિકોલ માટે Kiaનો નંબર SC227 છે.
આ વાહનો માટે રજૂ કરાયેલ રિકોલ
Hyundai અને Kiaએ 2016-2018 સાન્ટા ફે, 2017-2018 સાન્ટા ફે સ્પોર્ટ, 2019 સાન્ટા ફે XL, 2014-2015 ટક્સન, 2016-2018 K900 અને 2014-2016 સ્પોર્ટેજ મોડલ માટે આ રિકોલ રજૂ કર્યું છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એને કારણે આગની કુલ 11 ઘટના બની છે. બીજી તરફ ભારતીય બજારની વાત કરીએ તો Kia 15 ફેબ્રુઆરીએ ભારતમાં તેની એમપીવી કેરેન્સને લોન્ચ કરવા જઈ રહ્યા છે, ખૂબ જ આકર્ષક અને ક્લીન સ્ટાઇલથી સજ્જ આ કારનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..