ઘણા લોકો વિચારે છે કે ખેતી એ ખોટનો ધંધો છે અને કેટલાક યુવાનો ખેતી કરતા શરમાય છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે જેમણે આ માન્યતાને ખોટી સાબિત કરી છે. આજે ટેક્નોલોજી ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હવે ખેતી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. વૈજ્ઞાનિકોએ ખેતીની એવી પ્રક્રિયાઓ શોધી છે જેના વિશે તમે સાંભળશો તો વિચારતા રહી જશો.
IT કંપની બંધ કરી કરવા લાગ્યો ખેતી
– તમે વિચારતા હશો કે, માટી વગર ખેતી કરવી એ અશક્ય વાત છે.
– પરંતુ ચેન્નાઈમાં રહેતા એક યુવાને માટી વગર ખેતી કરવાની પ્રક્રિયા એટલી હદે પસંદ આવી કે તેણે પોતાની આઈટી કંપની બંધ કરી દીધી અને ખેતીને જ પોતાની આજીવિકાનો સ્ત્રોત બનાવી લીધો.
– આ યુવાને માટી વગર ખેતી કરવાના સ્ટાર્ટ અપની શરૂઆત કરી અને તેનું ટર્નઓવર 2 કરોડ સુધી પહોંચી ચૂક્યું છે.
– આ યુવાન છે ચેન્નાઈમાં રહેતો શ્રીરામ ગોપાલ.
કેવી રીતે કરી શરૂઆત?
– શ્રીરામ ગોપાલને 5 વર્ષ પહેલા એક ફ્રેન્ડે એક વીડિયો બતાવ્યો, જે માટી વગર ખેતી કરવાની પ્રક્રિયાનો હતો.
– વીડિયોથી શ્રીરામ ઘણો પ્રભાવિત થયો. આ ટેક્નોલોજીમાં ખેતરની જરૂર નથી.
– માટી વગરની ખેતી કરવાની આ પ્રક્રિયાનું નામ છે- હાઈડ્રોપોનિક્સ. તેની શરૂઆત તેના પપ્પાની ફેક્ટરીમાંથી કરી હતી.
– તેના પિતાની જૂની ફેક્ટરીમાં ઘણી જગ્યા ખાલી પડી હતી, ત્યાં તેમણે હાઈડ્રોપોનિક ટેક્નોલોજીથી ખેતી કરવાનું વિચાર્યું.
– તેના પિતાની ફેક્ટરીમાં ફોટો ફિલ્મ ડેવલપ કરવાનું કામ થતું હતું, પરંતુ ડિજિટલ ફોટોગ્રાફી આવી જવાથી ફેક્ટરી બંધ થઈ ગઈ હતી.
– બાળપણથી જ કેમેરાની આસપાસ રહીને જીવન પસાર કરનાર શ્રીરામે એન્જીનિયરિંગ કર્યા બાદ ચેન્નાઈમાં જ કેમેરાની દુકાન નાખી દીધી હતી.
90 ટકા ઓછા પાણીની જરૂરિયાત
– વિશ્વભરમાં પાણીની અછત પડી રહી છે, ખેતીલાયક જમીનમાં ઘટાડો થઈ રહ્યો છે અને શહેરી વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે.
– સૌથી વધારે મૂશ્કેલી ઉજ્જડ જમીન અને રણ વિસ્તારોમાં પડે છે. જ્યાં ના તો પાણી હોય છે અને ના તો ઉપજાઉ જમીન.
– જેનાથી આવનારા સમયમાં કૃષિ ઉત્પાદન પર માઠી અસર પડી શકે છે. પરંતુ આ મૂશ્કેલીનો ઉપાય પણ વૈજ્ઞાનિકોએ શોધી લીધો છે.
– જેમાં માટી વગર ખેતી થઈ રહી છે અને પાણી પણ સામાન્ય ખેતીના પ્રમાણમાં 90 ટકા ઓછું જોઈએ છે.
– જ્યારે રોકાણ ઓછું હોય તો સ્વાભાવિક છે કે ફાયદો વધારે જ થશે.
મકાનના ધાબા પર ખેતી
– હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીમાં હર્બ્સ માટી વગર ઉગાડી શકાય છે. જેના માટે છોડવા માટે જરૂરી પોષક તત્વોને પાણીના સહારે ડાયરેક્ટ છોડવાના મૂળિયા સુધી પહોંચાડવામાં આવે છે.
– છોડવા એક મલ્ટી લેયર ફ્રેમના સહારે રહેલા પાઈપમાં ઉગાડવામાં આવે છે અને તેના મૂળિયા પાઈપની અંદર પોષક તત્વોથી ભરેલા પાણીમાં છોડી દેવામાં આવે છે.
– માટી ન હોવાના કારણે ધાબા પર વજન પણ વધતો નથી. જ્યારે, એકદમ સરળ અને અલગ સિસ્ટમ હોવાના કારણે ધાબામાં પણ કોઈ ફેરફાર કરવો પડતો નથી.
– શ્રીરામ પ્રમાણે, તેણે માત્ર 5 લાખ રૂપિયામાં ત્રણ મિત્રોએ સાથે મળીને સિનામેન થિંકલેબ પ્રાઈવેટ લેબ લિમિટેડ ફ્યુચર ફાર્મ્સની શરૂઆત કરી હતી.
– આજે તેમની કંપનીનું ટર્નઓવર વર્ષે 8 કરોડ રૂપિયા પહોંચવાની આશા છે.
– ટ્રાન્સપરન્સી માર્કેટ રિસર્ચ પ્રમાણે, ગ્લોબલ હાઈડ્રોપોનિક્સ માર્કેટ હાલ 693.46 કરોડ ડોલરનું છે અને 2025 સુધી તે 1210.65 કરોડ ડોલર પહોંચવાની આશા છે.
હાઈડ્રોપોનિક ખેતીને આપી રહ્યા છે પ્રોત્સાહન
– શ્રીરામ કહે છે કે, માટી વગરની ખેતીમાં સામાન્ય ખેતીના પ્રમાણે 90 ટકા ઓછું પાણી જોઈએ છે.
– હાલ અમારી કંપની હાઈડ્રોપોનિક કિટ્સ વેચે છે. કિટ્સની કિંમત 999 રૂપિયાથી શરૂ થાય છે.
– એરિયા પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે કિટ્સની કિંમત નક્કી થાય છે.
– આ ટેક્નોલોજીને એક એકરમાં લગાવવાનો ખર્ચ 50 લાખ રૂપિયા જેટલો થાય છે.
– જો તમે તમારા ઘરમાં એટલે કે 80 સ્ક્વેર ફૂટમાં આ ટેક્નોલોજી સેટ કરવાનો ખર્ચ 40 હજારથી 45 હજાર બેસે છે. તેમાં 160 છોડવા રોપી શકાય છે.
વાર્ષિક 300 ટકા દરે વધી રહ્યો છે બિઝનેસ
– શ્રીરામ જણાવે છે કે, 2015-16માં કંપનીનું ટર્નઓવર માત્ર 38 લાખ રૂપિયા હતુ, પરંતુ એક વર્ષમાં તે વધીને 2 કરોડ રૂપિયા થઈ ગયું છે.
– અમારો બિઝનેસ વાર્ષિક 300 ટકા દરે વધી રહ્યો છે, હાલના નાણાકીય વર્ષ પહેલા ક્વાર્ટરમાં ટર્નઓવર 2 કરોડ રૂપિયા રહ્યું છે.
– આશા છે કે આ વર્ષે અમારું ટર્નઓવર 6 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય.
90 ટકા ઓછા પાણીની જરૂરિયાત
– વિશ્વભરમાં પાણીની અછત પડી રહી છે, ખેતીલાયક જમીનમાં ઘટાડો થઈ રહ્યો છે અને શહેરી વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે.
– સૌથી વધારે મૂશ્કેલી ઉજ્જડ જમીન અને રણ વિસ્તારોમાં પડે છે. જ્યાં ના તો પાણી હોય છે અને ના તો ઉપજાઉ જમીન.
– જેનાથી આવનારા સમયમાં કૃષિ ઉત્પાદન પર માઠી અસર પડી શકે છે. પરંતુ આ મૂશ્કેલીનો ઉપાય પણ વૈજ્ઞાનિકોએ શોધી લીધો છે.
– જેમાં માટી વગર ખેતી થઈ રહી છે અને પાણી પણ સામાન્ય ખેતીના પ્રમાણમાં 90 ટકા ઓછું જોઈએ છે.
– જ્યારે રોકાણ ઓછું હોય તો સ્વાભાવિક છે કે ફાયદો વધારે જ થશે.