રોજ બદલાતી જતી ટેક્નોલોજીને કારણે આજના મનુષ્યનું જીવન પણ બદલાઈ રહ્યું છે. આ બધી વસ્તુમાં પર્યાવરણની સુરક્ષા એક મહત્ત્વનો મુદ્દો છે. પ્રદૂષણ પાછળ પ્લાસ્ટિક અને તેમાંથી બનાવેલી વસ્તુઓ જવાબદાર છે. હૈદરાબાદના પ્રોફેસરે પ્લાસ્ટિકનો એક અનોખો જુગાડ શોધી લીધો છે. 45 વર્ષીય પ્રોફેસર સતીશ કુમારે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવીને દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે.આ પ્રોસેસને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે પણ લીલી ઝંડી દેખાડી છે.
સતીશ કુમાર મૂળ એક મેકેનિકલ એન્જીનિયર છે. તેમનો દાવો છે કે તે ત્રણ તબક્કાની પ્રક્રિયા દ્વારા પ્લાસ્ટિકથી પેટ્રોલ બનાવી શકે છે. આ પ્રક્રિયાને તેમણે પ્લાસ્ટિક પાયરોલીસિસનું નામ આપ્યું છે. જેમાં પ્લાસ્ટિકને અપ્રત્યક્ષ રુપથી ગરમ કરવા પર તે પોતાના સંઘટકોમાં તુટી જાય છે. જે પછી ગામીકરણ અને અણું સંઘનનની પ્રક્રિયા પછી તે પેટ્રોલમાં ફેરવાય છે.
આ સાથે સતીશ કુમારે હાઇડ્રોક્સી પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની પણ બનાવી છે. જે અતિ લધુ, લધુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલયમાં રજિસ્ટર છે. આ કંપનીથી તે પ્લાસ્ટિકથી પેટ્રોલ બનાવે છે. જ્યાં પ્લાસ્ટિકનું રિસાયકલ કરીને ડીઝલ, વિમાન ઇંધણ અને પેટ્રોલ બનાવવામાં આવે છે. લગભગ 500 કિલો પ્લાસ્ટિક જે ફરીથી પોતાની વાસ્તવિક અવસ્થામાં આવી શકતું નથી, તેને આ પ્રક્રિયા દ્વારા 400 લીટર પેટ્રોલમાં ફેરવી શકાય છે. તેમના મતે આ ઘણી સરળ પ્રક્રિયા છે, જેમાં સહેજ પણ પાણીનો ઉપયોગ કરાતો નથી અને તેમાં પાણી વેસ્ટ તરીકે પણ નિકળતું નથી.
દરરોજ બનાવે છે 200 લીટર પેટ્રોલ
સતીશ કુમારે જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં વાયુ પ્રદુષણ પણ થતું નથી. 2016થી લઈને અત્યાર સુધી લગભગ 50 ટન પ્લાસ્ટિકને પેટ્રોલમાં ફેરવ્યું છે. તે એવા પ્રકારના પ્લાસ્ટિકનો પ્રયોગ કરે છે જેને કોઈપણ પ્રકારથી ફરીથી પ્રયોગમાં લાવી શકાતું નથી. દરરોજ લગભગ 200 કિલો પ્લાસ્ટિકના પ્રયોગથી તે 200 લીટર પેટ્રોલ બનાવે છે.
40-50 રુપિયા પ્રતિ લીટર વેચે છે પેટ્રોલ
પેટ્રોલ બનાવ્યા પછી સતીશ તેને સ્થાનિક વેપારીઓને 40 થી 50 રુપિયા પ્રતિ લીટરની કિંમતથી વેચે છે. જોકે વાહનોમાં પ્રયોગ માટે આ કેટલું ઉપયોગી છે, તેની તપાસ થવી હજુ બાકી છે. PVC (પોલી વિનાઇલ ક્લોરાઇડ) અને PET (પોલી એથેલિન ટેરિફથેલેટ) સિવાય બધા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકે છે.