અમદાવાદમાં પતિએ તાવીઝના દોરાથી ત્રીજી પત્નીનું ગળું દબાવી કરી નાંખી હત્યા, કારણ હતું સામાન્ય

પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝગડા થવા તે આમ ઘટના છે. પણ હવે પતિ પત્નીની હત્યા કરે તે આમ ઘટના બની ગઈ હોય એમ લાગી રહ્યું છે. કેમ કે શહેરમાં વધુ એક એવી ઘટના બની જેમાં એક પતિએ તેની પત્નીની ગળું દબાવી હત્યા કરી હતી. જે મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શાહઆલમમાં આવેલ બંગાળી વાસમાં રહેતી એક મહિલાની હત્યા થઈ હોવાનો મેસેજ પોલીસને મળ્યો હતો. ઇસનપુર પોલીસને 25 ડિસેમ્બરે જાણ થઈ કે, ચંડોળા તળાવ પાસે શાહઆલમ વિસ્તારમાં બંગાળી વાસમાં હત્યાનો બનાવ બન્યો છે. જે બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, પતિએ તેની જ પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિ ફરાર થઇ ગયો હતો. જે ઘટનામા ઇસનપુર પોલીસે ફરાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ઇસનપુર પોલીસની તપાસમાં સામે આવ્યું કે, હલીમાં બીબી ઉર્ફે મેરીના બીબી સાથે કમરુલ રજાક શેખના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. જેમાં પતિ બંગાળમાં રહેતો અને ક્યારેક ક્યારેક શાહઆલમ બંગાળી વાસમાં આવતો રહેતો. હત્યાના બેથી ત્રણ દિવસ પહેલા કમરુલ શાહઆલમ આવ્યો હતો. જ્યાં બને વચ્ચે ઝઘડો થતા કમરુલએ તેની પત્નીનું તાવીઝના દોરાથી ગળું દબાવી હત્યા કરી હતી. જેની જાણ આસપાસના લોકો અને કમરુલના દીકરાને થતા પોલીસને જાણ થઈ. જે બાદ પોલીસે ફરાર પતિની શોધખોળ સાથે તપાસ હાથ ધરી.

તપાસમાં એ પણ સામે આવ્યું કે, મૃતક અને આરોપી પતિ બનેના ત્રીજા લગ્ન હતા. જેમાં આરોપી પતિની બે પત્ની બંગાળમાં રહે છે. તેમજ બંને છૂટક મજૂરી કરે છે. તેમજ આરોપી પતિ કમરુલ ક્યારેક તેની પત્નીને મળવા અમદાવાદ આવતો હતો. જેથી બને વચ્ચે બનતું નહિ હોવાથી ઘર કંકાસ થતા આ ઘટના બની હોઈ શકે. જોકે, અન્ય કારણ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો