દેશની રાજધાની દિલ્હીમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને સાસુની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની હતી. આરોપીએ પોતાની પત્ની અને સાસુ ઉપર તાબડતોબ ફાયરિંગ કરીને હત્યા કરી દીધી હતી. બંનેની હત્યા કર્યા બાદ પોતે જ દિલ્હી પોલીસને ફોન કરીને જાણ કરી હતી. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપી પતિની ધરપકડ કરીને તપાસ હાથધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ આખો કેસ દિલ્હીના બાબા હરિદાસ નગર વિસ્તારનો છે. અંહી એક વ્યક્તિએ ગુસ્સામાં પોતાની સાસુ અને પત્ની ઉપર તાબડતોબ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બંનેનું ઘરમાં જ સ્થળ ઉપર મોત નીપજ્યુ હતું. આરોપીની ઓળખ બાબા હરિદાસ નગરના નારનુમ પાર્ક નિવાસી મહેશના રૂપમાં થઈ છે. આરોપીની મૃતક પત્નીનું નામ નિધી અને સાસુનું નામ 55 વર્ષીય વીરો છે.
પોલીસે જણાવ્યું કે હત્યાંકાડનું કારણ
દિલ્હી પોલીસ સૂત્રો પ્રમાણે આરોપી મહેશ પોતાની સાસુ અને પત્નીથી નારાજ રહેતો હતો. કારણ કે બંને ઘર જમાઈ રહેવાના કારણે છાસવારે મ્હેણા મારતી હતી. જેના કારણે તેણે પોતાની પત્ની અને સાસુને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટનાનને અંજામ આપ્યા બાદ મહેશે ખુદ પોલીસને કોલ કરીને જાણકારી આપી હતી.
જ્યારે ધરપકડના ડરથી ભાગવાની જગ્યાએ ઘટના સ્થળે જ હાજર રહ્યો હતો. ઘટના સ્થળે પહોંચીને પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે તેનો કબ્જામાંથી હથિયાર જપ્ત કરી લીધું છે. ભારતીય દંડ સંહિતાની ધારા 302ના અંતર્ગત મામલો દર્દ કર્યો હતો.
પાંચ વર્ષ પહેલા મહેશ અને નિધિના થયા હતા લવ મેરેજ
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહેશ કાર ખરીદને વેચવાનું કામ કરતો હતો. જ્યારે પાંચ વર્ષ પહેલા તેણે નિધિ સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ ઘર જમાઈ હોવાથી રોજ રોજ મ્હેણાં સાભળીને કંટાળી ગયો હતો. ગુસ્સામાં આવીને તેણે પોતાની પત્ની અને સાસુને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે લાશનો કબ્જો લઈને ડબલ મર્ડર કેસની તપાસ શરુ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..