લગ્ન બાદ દસેક (marraige) દિવસ સુધી પતિ શારીરિક સંબંધ (physical relation) બાંધવા માટે સક્ષમ ન હતો અને નપુંસક હોવાની જાણ થતાં જ મહિલાએ સાસરિયાંને આ બાબતની જાણ થઈ. જો કે સાસરિયાએ પણ મહિલાએ દહેજને (dowry case) લઈને શારીરિક માનસિક ત્રાસ (harassment) આપતા મામલો પોલીસ સ્ટેશન (police station) પહોંચ્યો છે.
શાહીબાગમાં રહેતી મહિલા લગ્ન બાદ તેના પતિ અને સાસરિયા સાથે મહારાષ્ટ્ર રહેવા માટે ગઈ હતી. જો કે લગ્નના દસેક દિવસ બાદ પણ તેનો પતિ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ ન હતો અને નપુસંક હોવાની જણાયેલું. જે અંગેની જાણ મહિલાએ તેના સાસુને કરતા તેના સાસુને કહ્યું હતું કે તારા મા-બાપએ લગ્ન પહેલા તપાસ કરવી જોઈતી હતી. અમે તો સમાજમાં સારું દેખાડવા માટે લગ્ન કરેલા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જ્યારે તેના સસરાએ તેને કહ્યું હતું કે હાલ પિયર જતી રહે બે-ત્રણ મહિના પછી અમે તારો સરસામાન આપી દઈશું અને છૂટાછેડા પણ આપી દઈશું. મહિલાના પતિએ તેને કહ્યું હતું કે મારા ભાઈના લગ્ન થઈ ગયેલા છે અને તેને બાળક પણ છે જેથી મેં મારું વાંઢપણું દૂર કરવા માટે લગ્ન કરેલું છે. તેનો પતિ તેની સાથે મારઝૂડ પણ કરતો હતો.
એટલું જ નહીં મહિલાને તેના સાસરિયા દહેજ માટે પણ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. તેના પતિ માટે પિયરમાંથી સોનાની ચેન, સોનાની વીંટી અને તાંબાના વાસણોની માંગણી કરતા હતા.
મહિલા તેના પિયર આવી ગયા બાદ અનેક વખત સમજાવવા છતાં તેને સાસરીમાં લઈ ના જતા અંતે તેણે પતિ, સાસુ સસરા, દિયર, ફઈ, સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે એક યુવતીના જીવનમાં હંમેશા એક સપનું હોય છે કે લગ્ન બાદ પોતાના પતિના ઘરે શુખી જીવન વિતાવશે. પોતાના સપનાઓને સાકાર કરશે. પરંતુ ક્યારેક આવા સપનાઓ ચકનાચુર થવાની ઘટનાઓ બનતી હોય છે. સાસરીમાં પ્રેમ નહીં પરંતુ ત્રાસ મળવાના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે શાહીબાગમાંથી પ્રકાશમાં આવેલી આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..