સુરત: પત્નીની હત્યા કરી પતિએ મૃતદેહ પાસે બનાવ્યો વિડીયો, છ મહિના પહેલા જ બન્ને બંધાયા હતા લગ્નના તાંતણે

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કીમ ગામે હત્યાની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલાયો છે, પતિએ જ પત્ની પર ચારિત્રની શંકા રાખી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે, હત્યારા પતિએ ઘટનાને અંજામ આપી કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર આપઘાત કરી લીધો હતો. જોકે હત્યારા પતિએ આપઘાત કરી લેતા પત્નીની હત્યા પાછળનું કારણ જાણવા મળશે કે નહીં એ એક સવાલ હતો ત્યારે હાલ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં હત્યારો પતિ પત્નીની હત્યા કરી બાજુમાં બેઠો હતો અને ચારિત્ર પર શંકા રાખી પત્નીની હત્યા કરી દીધી હોવાનું કબલ્યુ હતું.

આ અંગે વિગતે વાત કરીએ તો, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે અંબિકા નગરમાં કિરણ હરિચન્દ્ર નિશાદ (પત્ની) અને હરિચન્દ્ર નિશાદ (પતિ) બન્ને રહેતા હતા. બન્નેના લગ્ન થયાને હજી છ મહિના જેટલો જ સમય થયો હતો, ત્યારે આ છ મહિનાના સમયગાળામાં બન્ને પતિ પત્ની વચ્ચે અનેક વાર રકઝક થતી હતી અને મારપીટ થતી હતી. ત્યારે ગત સોમવારે વધુ એકવાર પતિ પત્ની વચ્ચે રકઝક થતા પતિએ આવેશમાં આવીને પોતાની પત્નીને છાતીના ભાગે એક પછી એક ચપ્પુના ઘા ઝીકયા હતા અને તકિયાથી મોઢું દબાવી દઈને મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં ઘરનો દરવાજો બંધ કરી ભાગી ગયો હતો જે ઘટના સીસીટીવી કેદ થઈ હતી.

મુતક કિરણ હરિચન્દ્રના પિતાએ સમગ્ર ઘટનાની કીમ પોલીસને જાણ કરતા કીમ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબ્જો લીધો હતો. પોલીસે હત્યારા પતિને શોધ માટે આજુબાજુના વિસ્તારના 20 જેટલા કેમેરા ચેક કર્યા હતા જેમાં એક કેમરામાં હત્યારો પતિ કેદ થઈ ગયો હતો. આ કેમેરામાં હત્યારો પતિ કમરે પટ્ટો બાંધી સાયકલ લઈ જઈ રહ્યો હોવાનું જણાય આવ્યું હતું. જિલ્લા પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને હત્યારા પતિને પકડવા 20 જવાનોની ટીમ પણ બનાવી હતી. જો કે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન સામે પડતું આપઘાત કરી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો