USમાં ગુજરાતી મૂળના પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરાઈ: ફરજ દરમિયાન આરોપીએ ગોળી મારી, અંગદાનથી 11 લોકોને આપ્યુ નવજીવન

અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના અધિકારીનું આરોપીએ કરેલા ફાયરિંગમાં ઘાયલ થયા બાદ 8 નવેમ્બરે અવસાન થયું હતું. 38 વર્ષીય પરમહંસ દેસાઈ ઘરેલુ હિંસાના એક કેસમાં આરોપીની ધરપકડ કરવા ગયા હતા જ્યાં 22 વર્ષીય આરોપી જોર્ડન જેકસન ગોળી મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઘાયલ પરમહંસને ગ્રેડી મેડિકલ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાર દિવસ બાદ પરમહંસનું અવસાન થયું હતું. પરમહંસના પિતાનું નામ દિનેશચંદ્ર દેસાઈ છે જેઓ 30 વર્ષ પહેલા બીલીમોરાથી અમેરિકા સ્થાયી થયા હતા. પરિવારજનોએ પરમહંસના અંગોનું દાન કર્યું છે જેના કારણે 11 લોકોને નવું જીવન મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટના નિવેદન મુજબ, ઓફિસર દેસાઈની સેવા નિરંતર ચાલુ જ રહેશે, તેમનું ભલે અવસાન થયું હોય પરંતુ તેમના મલ્ટીપલ ઓર્ગન ડોનેશનની અનેક લોકોના જીવન બચ્યું છે. પરમહંસના અંતિમ સંસ્કાર રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે કરવામાં આવશે. 5 ઓક્ટોબર 1983ના રોજ બીલીમોરામાં જન્મેલા પરમહંસ દેસાઈ હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવતાં હતા.

પરમહંસના લગ્ન અંકિતા સાથે થયા હતા અને તેમને બે સંતાનો છે, 11 વર્ષીય ઓમ અને 8 વર્ષીય નમન. ઓફિસર પરમહંસની દિવ્યા દેસાઈએ પોતાના ભાઈના પરિવારને આર્થિક મદદ પહોંચાડવા અને તેની યાદમાં ફંડ એકત્ર કરવા એક અભિયાન ચલાવ્યું છે જેમાં 250000 ડૉલર એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જેની સામે શનિવાર સાંજ સુધીમાં 4700થી વધુ લોકોએ 313900 ડૉલરથી પણ વધુનું ડોનેશન કર્યું છે.

પરમહંસ દેસાઈને ગોળી મારીને ફરાર થનારા આરોપી જોર્ડન જેકસનને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મીડિયા રિપોર્ટ્સ મુજબ તેના માથે 30000 ડૉલરનું ઈનામ પણ જાહેર કરાયું હતું. જ્યારે સ્વેટની ટીમ એપાર્ટમેન્ટમાં છુપાયેલા આરોપીને પકડવા માટે તેને ઘેરી રહી હતી ત્યારે જ જેક્સને પોતાની જ બંદૂકથી છોડવામાં આવેલી ગોળીથી મોતને ભેટ્યો હતો. પોલીસે આરોપીને છુપાવવામાં મદદ કરનાર બે લોકોની ધરપકડ કરી છે.

પરમહંસે 8 વર્ષની ઉંમરે જ પોલીસ ઓફિસર બનવાનું સપનું જોયું હતું
દિવ્યા દેસાઈએ સ્થાનિક ચેનલ WSB-TV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારો ભાઈ 8 વર્ષનો હતો ત્યારથી જ પોલીસફોર્સમાં જોડાવાનું સપનું જોતો હતો. તેના માટે તેણે અથાગ પરિશ્રમ પણ કર્યો અને ઓફિસરના હોદ્દા પર ફરજ બજાવતી વખતે જ તેનું અવસાન થયું. અમને ખુશી છે કે તેના ઓર્ગન ડોનેટ કરવાના કારણે 11 લોકોને નવું જીવન મળ્યું છે. પરમહંસ પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરતો હતો. બંને સંતાનો તેનું સર્વસ્વ હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો