કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ એક તરફ રોકાવાનું નામ નથી લેતો. બીજી તરફ વિશ્વભરના વૈજ્ઞાનિકો આ વાયરસની સટીક સારવાર શોધવામાં વ્યસ્ત છે. વળી બીજી તરફ હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. અને આવી સ્થિતિમાં એલર્જી, વાયરલ ફિવર અને શરદીની સમસ્યા રહે છે. કોરોના કાળમાં આ પરેશાની લોકો માટે મુસબીત બની જાય છે. ત્યારે તમારી ઇમ્યૂનિટી વધારવા માટે આયુષ કાવાનું પણ સેવન તમે કરી શકો છો. આયુષ મંત્રાલય દાવા મુજબ તેને પીવાથી તમારી ઇમ્યૂનિટી મજબૂત થશે. તો ચલો તમને જણાવીએ કે તમારા ઘરે જ તમે કેવી રીતે આયુષ કાવો તૈયાર કરી શકો છો.
આયુષ કાવા બનાવવા માટે આ સામગ્રની જરૂર પડશે.
- તુલસીના પત્તા- 5
- તજ-2
- સૂંઠ- 2
- કુષ્ણ મરી- 1
આ તમામ ઔષધિને વાટી લો અને તેમાંથી લગભગ 3 ગ્રામ જેવો પાવડર તૈયાર થશે. તેને 150 મિલી પાણીમાં નાંખીને ઉકાળો. અને પછી તેમાં ગોળ સ્વાદ મુજબ નાંખો. અને બરાબર ઉકળે એટલે તેને છાણી લો અને ઉપરથી લીંબુ નાંખીને ગરમ ગરમ પીવો. કોરોના વાયરસથી લડવા માટે આ કાવો ખૂબ જ લાભકારી છે અને તેનાથી ઇમ્યૂનિટી પણ સારી થાય છે. તેવું આયુષ મંત્રાલયનું કહેવું છે. આનું સેવન દિવસમાં વધુમાં વધુ બે વાર કરવુ જોઇએ. નિયમિત સેવનથી લાભ થાય છે.
Take all necessary steps to ensure that you are prepared well to face any challenges posed by the growing pandemic! Here's how you can boost your immunity with #AyushKwath. #IndiaFightsCorona @moayush @MoHFW_INDIA @PIB_India pic.twitter.com/PQiHW7XmIi
— MyGovIndia (@mygovindia) August 23, 2020
તમે ઇચ્છો તો આ પાવડરને વધુ માત્રા પણ બનાવીને કાચની બરણી ભરી રોજ ઉપયોગમાં લઇ શકો છો. આયુર્વેદિક દુકાનો પર પણ આ મળે છે. અને તમે તેને કોઇ પાઉચ કે ટીબેગમાં રાખીને પણ સેવન કરી શકો છો. આ સિવાય આ મિશ્રણની ટેબલેટ પણ મેડિકલ સ્ટોરમાં મળે છે.
સામાન્ય રીતે કોઇ પણ ઘરમાં આ ચાર મસાલા તમને સરળતાથી મળી જશે. જે પીને તમે તમારા અને તમારા પરિવારનું સ્વાસ્થય આ કોરોના કાળમાં સારું કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો