દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધતુ ગયુ છે અને સાથે જ સ્કીન સંબંધિત સમસ્યાઓ અને અન્ય બિમારીઓનું પ્રમાણ વધ્યુ છે. ખાસ કરીને જે લોકોને તડકામાં ફરવાનું થતુ હોય અને તેમને લૂ લાગવાની સંભાવના છે. હીટ સ્ટ્રોક કે લૂ લાગવાનું મુખ્ય કારણ ડિહાઈડ્રેશન છે. એવામાં ભરબપોરે કે દિવસ દમરિયાન તડકામાં ઘરની બહાર નીકળાવાનું થાય તો આટલું ચોક્કસ ધ્યાન રાખો. લૂથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલા આ ઘરેલૂ નુસખા અપનાવી શકો છો.
– વાત જ્યારે હીટ સ્ટ્રોકની નીકળે તો સૌથી પહેલું નામ ડુંગળીનું યાદ આવે. આયુર્વેદમાં પણ જણાવાયું છે કે, લૂ સામે રક્ષણ આપવામાં ડુંગળી મદદરૂપ થાય છે. પગ, કાન, છાતી અને પગ પર ડુંગળીનો રસ લગાવો. આ સિવાય તમે ઈચ્છો તો ડુંગળીનો રસ મધ સાથે ભેળવીને પી શકો છો.
– ટ્રેડિશનલ ચાઈનીઝ મેડિસીન મુજબ, મગને હીટ સ્ટ્રોક માટે અસરકારક માનવામાં આવે છે. 1-2 કપ પાણીમાં મગ ઉકાળી લો. જ્યારે પાણી અડધુ થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો. ત્યારપછી આ પાણી પી લો. ગરમીના દિવસો દરરોજ આ પાણી પીવુ જોઇએ.
– હીટ સ્ટ્રોક કે લૂથી બચવા માટે આંબલી પણ ફાયદાકારક છે. હીટ સ્ટ્રોકના લક્ષણો દેખાય તો આંબલીનો જ્યૂસ પીવો. આ જ્યૂસ તૈયાર કરવા માટે આંબલીના થોડા ટુકડા 1-2 ગ્લાસ પાણીમાં ઉકાળી લો. તેમાં થોડું મધ કે ખાંડ અને થોડો લીંબુનો રસ ઉમેરો. હવે આ પાણી પી લો. આંબલી ડિહાઈડ્રેશનના કારણે શરીરમાં ઉદ્ભવેલી જરૂરી પોષક તત્વોની ઉણપ દૂર કરે છે.
– છાશ અને લસ્સીનું દરરોજ સેવન કરશો તો હીટ સ્ટ્રોક કે લૂ લાગવાથી બચી શકો છો.
– નોંધ: હીટ સ્ટ્રોકની સ્થિતિમાં સુધારો ના આવે તો ચોક્કસથી ડોક્ટરનો સંપર્ક કરો.