હાલ દુનિયામાં કોરોના વાયરસ વધારે સંખ્યામાં ફેલાઇ રહ્યો છે. લાખો કરોડો લોકો આ વાયરસના શિકાર થઇ ચુક્યા છે અને હવે આ ખતરનાક વાયરસે ભારત દેશમાં દસ્તક આપી છે. જેનાથી લોકોના મનમાં ડર પેશી ગયો છે. જેને લઇને લોકો ઉપાય શોધી રહ્યા છે. એવામાં હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર્સમાં જઇને માસ્ક અને સેનેટાઇઝર માંગી રહ્યા છે,. લોકો દ્વારા આટલી મોટી સંખ્યામાં સેનેટાઇઝરની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ જો સેનેટાઇઝર ન મળે તો તમે ઘરે પણ બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સેનેટાઇઝર…
સામગ્રી
- સ્પીરિટ
- એલોવેરા જેલ
- ટી ટ્રી ઓઇલ
- વિટામીન ઇ ઓઇલ
- રોજમેરી કે લવેન્ડર તેલ
બનાવવાની રીત
– હોમમેડ સેનેટાઇઝર બનાવવા માટે સૌથી પહેલા એક કપમાં પાણી લો.
– તેમા બે ચમચી સ્પિરીટ, વિટામીન ઇ ઓઇલ, એક ચમચી એલોવેરા લો.
– હવે તેને મિક્સ કરીને તેમા ટી ટ્રી ઓઇલ મિક્સ કરી રોજમેરી કે લવેન્ડર ઓઇલ મિક્સ કરી લો.
– આ દરેક વસ્તુને બરાબર મિક્સ કરી લો અને એક સ્પ્રે બોટલમાં ભરી લો.
– તૈયાર છે ઘરે બનાવેલું સેનેટાઇઝર
– જેને તમે સહેલાઇથી ઉપયોગ કરી શકો છો અને તમારા હાથ સાફ રાખી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..