ઘરે બનાવો આ રીતે ટેસ્ટી વડાપાઉ, હોંશે હોંશે ખાશે ઘરના લોકો જાણો બનાવવાની સરળ રીત

આમ તો વડાપાઉનું નામ સાંભળતા જ મુંબઇની યાદ આવી જાય છે. પરંતુ વડાપાઉં તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. ખાસ કરીને લોકોને ભૂખ લાગે છે તો તે સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીન હોય છે અને તે લોકો વડાપાઉ ખાતા હોય છે. તમે ઘરે પણ સહેલાઇથી બનાવી શકો છો.

સામગ્રી

  • ૨ નંગ – બાફેલા બટેટા
  • ૪ નંગ – પાઉં
  • ૧ કપ – ચણાનો લોટ
  • ૨ નંગ – લીલા મરચા
  • ૧ ચમચી – આદુ – લસણની પેસ્ટ
  • ૧ / ૪ ચમચી – હળદર
  • ૮-૧૦ નંગ – લીમડાના પાન
  • 1 ચપટી – બેકિંગ સોડા
  • સ્વાદાનુસાર – લીલી ચટણી
  • સુકી લાલ ચટણી
  • સ્વાદાનુસાર – મીઠું
  • જરૂરિયાત મુજબ – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરવા રાખો. તેમા રાઇ, લીમડો ઉમેરીને તતડાવો, હવે તેમા બટેટા મેશ કરીને ઉમેરો. તે પછી તેમા હળદર, મીઠું ઉમેરી બે મિનિટ મિક્સ કરીને ગેસ બંધ કરી દો. વડાનું મિશ્રણ તૈયાર છે. હવે એક વાસણમાં ચણાનો લોટ, મીઠું, બેકિંગ સોડા અને પાણી ઉમેરીને ઘટ્ટ ખીરૂ તૈયાર કરો. હવે મીડિયમ આંચ પર પેનમાં તેલ ગરમ કરી લો. બટેટાના મિશ્રણને લઇને બોલ્સનો શેપ આપી ચણાના લોટના ખીરામાં ડિપ કરો પછી તેલમાં તળી લો. પાઉમાં વચ્ચેથી કટ કરીને તેની પર સૂકી લાલ ચટણી ઉમેરો અને વડુ મુકો, ઉપરથી થોડીક સૂકી લાલ ચટણી ઉમેરીને પાવથી કવર કરી લો. હવે તેલ કે બટર પેનમાં ગરમ કરી ફરીથી શેકી લો. તૈયાર છે વડાપાઉ. જેને તમે તળેલા લીલા મરચા અને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો