સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ચોળાફળી ઘરે બનાવવા માટે નોંધી લો આ સહેલી રીત

ખાસ કરીને લોકોને જ્યારે પણ ભૂખ લાગે તો પહેલા ચોળાફળી યાદ આવે છે અને નાસ્તામાં ચોળાફળી મંગાવે છે. મોટાભાગે ચોળાફળી આપણે દિવાળીમાં જ બનાવતાં હોઈએ છીએ પરંતુ આખા પરિવારને ભાવતી હોવાથી તમે તેને ગમે તે સમયે બનાવીને પરિવારને ખુશ કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચોળાફળી..

સામગ્રી

  • 2 બાઉલ – ચણાનો લોટ
  • 1 બાઉલ – મગનો લોટ
  • 1 બાઉલ – અડદનો લોટ
  • 1 ચપટી – સાજીના ફુલ
  • સ્વાદાનુસાર – મીઠું
  • તળવા માટે – તેલ
  • મસાલા માટે – મરચું અને સંચળ

બનાવવાની રીત

સૌપ્રથમ એક મોટા વાસણમાં બધા જ લોટ ચાળી લો અને સરખી રીતે હલાવી લો. ત્યાર પછી તેમાં મીઠુ અને સાજીના ફૂલ ઉમેરીને તેનો કડક લોટ બાંધો. લોટને તેલવાળા હાથ કરી બરાબર ગૂંથી લો. હવે તેના લુઆ બનાવો અને તેને રોટલીની જેમ વણી લો. તેને વણવા માટે જરૂર પડે અટામણ લઈ શકાય છે. આ રોટલી થોડી સુકાઈ જાય પછી તેમાં ઊભા કાપા પાડી અને ગરમ તેલમાં તળી લો. ચોળાફળી થોડી ગરમ હોય ત્યારે જ તેના પર મરચું અને સંચળ ભભરાવો અને એર ટાઈટ ડબ્બામાં ભરી દો. તૈયાર છે ગરમા ગરમ ચોળાફળી. જેને તમે કઢી સાથે સર્વ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો