જે લોકોને સવાર-સાંજ ચા પીવાની આદત છે તેમના માટે કાળામરીની ચા વરદાન સમાન છે. આ ચા સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનાથી માથાનો દુખાવો, ઢીંચણના દુખાવા સહિતની બીમારીઓ દૂર થઇ શકે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાળામરી વાળી ચા…
સામગ્રી
- ૨ કપ – પાણી
- ૧ ચમચી – કાળામરી પાવડર
- ૧ નાનકડો ટૂકડો – આદુ
- ૪ પાન – તુલસી
- ૧/૨ નંગ – લીંબુ
- ૧ ચમચી – મધ
બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં પાણી ઉમેરીને તેને મીડિયમ આંચ પર ઉકાળવા માટે રાખી દો. હવે પાણીમાં ઉકળો આવવા પર આદુ ઉમેરો અને ચમચીથી મિક્સ કરો. તે બાદ તેમા કાળામરી પાવડર અને તુલસીના પાન ઉમેરીને 2-3 મિનિટ સુધી ઉકળવા દો અને ગેસની આંચ બંધ કરી દો. ચાને ગળણીથી ગાળને એક કપમાં નીકાળી લો. તે બાદ મધ અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ગરમાગરમ કાળામરીની ચા…
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..