વાળ ખરવા અને તૂટવા એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આંબળા આ સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે દેખાવમાં જેટલું નાના છે એટલા જ તે વધુ ગુણોથી ભરેલા છે. મોટાભાગના લોકો વાળને લાંબા અને જાડા બનાવવા માટે આંબાળાના તેલનો ઉપયોગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પરંતુ આ તેલ મોટે ભાગે બજારનું છે. જો તમે તાજા આંબળાના રસમાંથી તેલ બનાવો અને તેને તમારા વાળમાં લગાવો તો તમારા વાળમાં વિટામિન-સી અને અન્ય આવશ્યક પોષક તત્વો મળશે. ઘરેલું આંબળા તેલ વાળ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે વાળના વિકાસમાં વધારો કરવા અને તેમને ખરતા અટકાવવા માંગતા હો, તો તમે ઘરે જ આંબળાનું તેલ બનાવી શકો છો.
આ તેલથી સ્કેલ્પ પર માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે, જેનાથી વાળ ઝડપી વધે છે. જે સ્કેલ્પને સ્વસ્થ બનાવે છે અને ખોડાની સમસ્યાને પણ દૂર કરે છે. આંબળામાં વિટામિન-સી ભરપુર હોય છે, જે વાળને પોષક તત્વો પૂરા પાડે છે અને વાળ ઓછા ખરે છે આટલું જ નહીં, તે એન્ટી ઓકિસડન્ટોથી પણ ભરેલું છે. આને કારણે વાળ સ્વસ્થ, ચમકીલા અને બરછટ વાળની સમસ્યાથી છૂટકારો મેળવે છે.
તેલ બનાવવાની રીત
– તાજા આમળાનો રસ અને એક કપ નાળિયેર તેલ લો.
– આંબળાના ઠળિયા કાઢી અને પાણી ઉમેર્યા વિના મિક્સરમાં પીસી લો.
– આંબળાનો રસ ગાળી લો.
– હવે એક પેનમાં નારિયેળ તેલ અને આમળાનો રસ ઉકાળો.
– 10-15 મિનિટ પછી જ્યારે પાણી સંપૂર્ણપણે સૂકાઈ જાય છે, પછી ભુરા રંગની પેસ્ટ બચશે.
– હવે ગેસ બંધ કરો અને આ પેસ્ટને ઠંડુ થવા માટે રાખો. આ મિશ્રણને ફિલ્ટર કરો અને તેને કાચની બોટલમાં ભરો.
– વાળ ધોવાનાં 20 મિનિટ પહેલાં તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends…