કોરોના કાળમાં લોકોએ સંભવતઃ જે શબ્દ સૌથી વધુ સર્ચ કર્યો છે એ છે- ઈમ્યુનિટી. સૌ કોઈ જાણવા માગે છે કે, ઈમ્યુનિટીનું સ્તર શું છે અને તેને કઈ રીતે વધારી શકાય. તો તમે પણ ઈમ્યુનિટી વિશે માહિતી મેળવી લો.
ઈમ્યુનિટી એટલે શું?
માનવ શરીરમાં ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા હોય છે. કેટલાક શરીર માટે ફાયદાકારક હોય છે, કેટલાક નુકસાનકારક. આવા અવ્યવ જે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત કરે છે, શરીરની અંદરના વાયરસ સામે લડવાની શક્તિ પેદા કરે છે, તેન ઈમ્યુનિટી કહેવાય છે.
કઈ રીતે જાણી શકાય ઈમ્યુનિટી સ્તર?
અલગ-અલગ બીમારીઓ પ્રત્યે ઈમ્યુનિટી ચેક કરવાના અલગ-અલગ ટેસ્ટ હોય છે. કોરોનાના કેસમાં IGG એન્ટીબોડીથી ઈમ્યુનિટી જાણી શકાય. સામાન્યરીતે હિમોગ્લોબિનના સ્તર પરથી ઈમ્યુનિટી વિશે જાણકારી મેળવી શકાય છે. હિમોગ્લોબિનનું આદર્શ સ્તર પુરુષોમાં 16 અને મહિલાઓમાં 14 હોય છે. જો પુરુષોમાં હિમોગ્લોબિન 14 અને મહિલાઓમાં 12 કરતા ઓછું હોય તો માની શકાય કે ઈમ્યુનિટી નબળી છે. બાળકોમાં ઈમ્યુનિટી વધુ હોય છે. પરંતુ એવુ નથી કે બાળકોમાં સંક્રમણ ના થઈ શકે. બાળકો ઘણા પ્રકારના સંક્રમણને રિસીવ નથી કરી શકતા, એટલે તેઓ તેનાથી સુરક્ષિત રહે છે.
ઈમ્યુનિટી બુસ્ટર ફૂડ
ઈમ્યુનિટી વધારવા માટે બાજરો, ચણા અને મગ, દાળ, લીલા શાકભાજી અને દૂધનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત, કેળા અને ખાટા ફળો જેવા કે સંતરા, અનાનસ ખાવા જોઈએ. ગરમ પાણીની સાથે લીંબુનો રસ પણ સારો રહે છે. લસણ પણ ઈમ્યુનિટી વધારવામાં કારગર હોય છે. ડ્રાયફ્રૂટ્સમાં બદામ, સુકી દ્રાક્ષ અને ખારેક લઈ શકાય. માત્ર ખાન-પાન દ્વારા ઈમ્યુનિટી વધારી ના શકાય. સકારાત્મક વિચારસરણી, નિયમિત વ્યાયામ, 7-8 કલાકની ગાઢ નિંદ્રા લેવી પણ એટલી જ જરૂરી છે. તણાવ ઓછો કરો. આ સાથે જ પૌષ્ટિક આહાર ઈમ્યુનિટી વધારશે.
જે વ્યક્તિની ઈમ્યુનિટી ઓછી હોય તેમણે વધુ સાવધાની રાખવી જોઈએ. એવા લોકો જેમને કોઈ ગંભીર બીમારી હોય, જેમ કે કેન્સર, ડાયાબિટીસ અથવા અન્ય ઈમ્યુનો કંપ્રોમાઈઝ બીમારી ઉપરાંત, વૃદ્ધ હોય તેમણે વધુ સાવધાની રાખવી જોઈએ. આવા લોકોએ નિયમિત વ્યાયામ, પૌષ્ટિક આહાર અને ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ઈમ્યુનિટી ડેફિશિયન્સીથી પીડિત લોકો માટે આ સમય ખૂબ જ ખતરનાક છે. જોકે, આ આનુવાંશિક બીમારીઓ જેમ કે કોમન ઈમ્યૂનોડેફિશિયન્સી અથવા એલિમ્ફોસાઈટોસિસ ઓછાં લોકોને થાય છે. આ બીમારીઓ HIV સંક્રમણથી અલગ છે. HIV સંક્રમણ પણ એક પ્રકારની ઈમ્યૂનોડેફિશિયન્સી ડિસઓર્ડર છે. ડાયાબિટીસ અથવા કેન્સરના દર્દીઓને પણ ઈમ્યૂન ડેફિશિયન્સીની સમસ્યા હોય છે. સૌથી વધુ પ્રોબ્લેમ એવા લોકોને થઈ રહી છે જેમની ઈમ્યુનિટી નબળી છે. નબળા શરીરમાં શરીરની અંદર વાયરસ સાથે લડવાની ક્ષમતા નથી હોતી જેના કારણે વાયરસ શરીર પર પોતાનો કબ્જો કરી લે છે. આ બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે સંક્રમણથી બચી રહેવું એકમાત્ર ઉપાય છે. કારણ કે સંક્રમણ થયુ તો સ્થિતિ ગંભીર બની શકે છે. સંક્રમણથી બચવા માટે હાલ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો શક્ય હોય તો વેક્સીન મુકાવી દો અને ઈમ્યુનિટી વધારવા માટે જો સંભવ હોય તો વ્યાયામ અને ખાન-પાન પર ધ્યાન જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..