જો કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ જાય છે તો તેના જીવનની શાંતિ નષ્ટ થઈ જાય છે. જે લોકોને શાંતિ જોઈએ, તેમણે આ વાત ધ્યાન રાખવી જોઈએ.

પ્રાચીન સમયમાં એક સંત હતા, તે બીજા સાધુ-સંતોની ખૂબ સેવા કરતા હતા. લોકો માટે જૂતા-ચંપલ બનાવવાનું કામ કરતા હતા. એક દિવસ તેમની પાસે એક મહાત્મા આવ્યા. સંતે મહાત્માને ભોજન કરાવ્યુ અને પોતાના માટે બનાવેલા જૂતા તેમને પહેરાવ્યા.

– સંતના નિસ્વાર્થ પ્રેમથી મહાત્મા ખૂબ પ્રસન્ન થઈ ગયા. તેના પછી તેમણે સંતને એક પારસ પથ્થર આપ્યો. પારસ પથ્થરને જેમ લોખંડના શસ્ત્ર પર લગાવ્યો તો તે બધા સોનાના બની ગયા. આ જોઇને સંત દુખી થઈ ગયા અને તેમણે આ પથ્થર લેવાથી ઇન્કાર કરી દીધો. સંતે કહ્યુ કે હવે તે સોનાના શસ્ત્રોથી જૂતા-ચંપલ કેવી રીતે બનાવશે.

– મહાત્માએ સંતને કહ્યુ કે આ પથ્થરની મદદથી તું ધનવાન બની જઇશ અને તારે જૂતા-ચંપલ બનાવવાની જરૂર જ નહીં પડે. આ કહીને મહાત્માએ તે પથ્થર સંતની ઝૂંપડીની છત પર રાખી દીધો અને ત્યાંથી ચાલ્યા ગયા.

– એક વર્ષ પછી જ્યારે મહાત્મા પાછા તે સંત પાસે પહોંચ્યા તો તેમણે જોયુ કે સંતની સ્થિતિ તો એવી જ છે જેવી એક વર્ષ પહેલા હતી.

– મહાત્માએ સંતને પૂછ્યુ કે તે પારસ પથ્થર ક્યા છે?

– સંતે કહ્યુ કે ત્યાં જ હશે, જ્યાં તમે રાખીને ગયા હતા. આ સાંભળીને મહાત્મા દંગ રહી ગયા.

– તેમણે કહ્યુ કે તારી પાસે આટલી સારી તક હતી, તું ધનવાન બની શકતો હતો, તેનો ઉપયોગ કેમ ન કર્યો?

– સંતે કહ્યુ – મહારાજ જો હું ઘણુ બધુ સોનુ બનાવી લેતો તો તેનું રક્ષણ કોણ કરતું, હું ધનવાન બની જતો અને નિર્ધનોને દાન કરતો તો ધીમે-ધીમે ક્ષેત્રમાં પ્રસિદ્ધ થઈ જાત. તેના પછી મારી પાસે ભગવાનનું ધ્યાન કરવાનો સમય જ ન બચતો. હું તો જૂતા બનાવવાના કામથી ખુશ છું, કારણ કે આ કામથી મારા ખાવા-પીવાની વ્યવસ્થા થઈ જાય છે અને અન્ય સમયમાં હું ભગવાનનું સ્મરણ કરી લઉં છું. જો પ્રસિદ્ધ થઈ જતો તો મારા જીવનની શાંતિ નષ્ટ થઈ જતી. મને જીવનમાં શાંતિ જોઈએ, જેથી હું ભક્તિ કરી શકું. એટલે મેં પારસ પથ્થરને હાથ પણ નથી લગાવ્યો.

– આ કહાણીથી શીખ મળે છે કે જો કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ જાય છે તો તેના જીવનની શાંતિ નષ્ટ થઈ જાય છે. જે લોકોને શાંતિ જોઈએ, તેમણે આ વાત ધ્યાન રાખવી જોઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો