શિયાળાના દિવસોમાં ઘણા લોકોને ટોન્સિલ એટલે કે કાકડાની સમસ્યા રહે છે. જેના કારણે ગળા અને કાનમાં દુખાવો, પાણી પીવામાં તકલીફ, જડબામાં સમસ્યા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જણાવી દઈએ કે ટોન્સિલ એ ગળા ની પાસે બંને બાજુ આવેલી ગ્રંથિ છે. જેમાં ક્યારેક બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે, ક્યારેક અનહેલ્ધી ખાવાના કારણે તો ક્યારેક શરદીને કારણે સોજો આવી જાય છે. તેના કારણે ગળા અને કાનની સાથે જડબામાં દુખાવો અને સોજો પણ આવે છે. કાકડા માટે લોકો વિવિધ પ્રકારના ઇલાજ કરે છે, પરંતુ ઘણી વખત તેનો ફાયદો નથી થતો.
આજે અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જેને ફોલો કર્યા પછી તમે ટોન્સિલની સમસ્યાથી જલ્દી છૂટકારો મેળવી શક્શો. આ ઘરગથ્થુ ઇલાજ કરવા સરળ અને ફાયદાકારક પણ છે.
મીઠાના પાણીના કોગળા કરવા
ટોન્સિલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે મીઠું નાખીને કોગળા એટલે કે ગાર્ગલ (salt water gargle benefits) કરી શકો છો. આ માટે તમે એક ગ્લાસ પાણી ગરમ કરી લો. તે પછી પાણીમાં એક ચમચી મીઠું ઉમેરીને ગાર્ગલ કરો.
જો તમે દિવસમાં બે-ત્રણ વખત મીઠાના પાણીના કોગળાં કરો છો, તો તમને થોડા દિવસોમાં કાકડાના દુખાવા અને સોજામાં રાહત મળશે.
દૂધ અને મધનો ઉપયોગ કરો
ટોન્સિલમાં દુખાવા અને સોજાથી રાહત મેળવવા માટે તમે દૂધ અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો. તેનાથી તમને જલ્દી રાહત મળશે. આ સાથે દૂધ અને મધ ગળાના ચેપથી છૂટકારો મેળવવામાં પણ ઘણી મદદ કરશે.
હળદર-મરીવાળું દૂધ પીઓ
ટોન્સિલની સમસ્યાને દૂર કરવા માટે તમે હળદર-મરીનું દૂધ પણ પી શકો છો. આ માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ ઉકાળો. જ્યારે તે સહેજ ગરમ રહે ત્યારે તેમાં થોડી હળદર અને થોડી કાળા મરી નાખીને તેનું સેવન કરો. આ સાથે તમારા કાકડામાં દુખાવો અને સોજાની સમસ્યા જલ્દીથી બરાબર થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..