ચહેરાની સાથે વાળ પણ આપણી પર્સનાલિટી વધારવામાં અગત્યતા ધરાવે છે. જો ઉંમર પહેલા જ માથા પરના વાળ જવા લાગે તો અનેક પ્રકારની શરમ અનુંભવાતી હોય છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોને વધુ પ્રમાણમાં ટાલ પડવાની સમસ્યા સતાવતી હોય છે. માથામાં ટાલ પડવાને કારણે કેટલાક લોકો એટલી બધી શરમ અનુંભવે છે કે તેઓ સ્ટ્રેસમાં આવી જાય છે જેની સૌથી મોટી અસર હેલ્થ પર પડે છે. જો કે ટાલિયાપણું દૂર કરવા માટે પુરુષો અનેક ઘણી ટ્રિટમેન્ટનો સહારો લેતા હોય છે તેમ છતા તેમને જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળી શકતુ નથી. જો કે ઘણા લોકો પોતાની ટાલને છુપાવવા માટે માથામાં વિગ પણ પહેરતા હોય છે.
ખરતા વાળથી આજકાલ ઘણો લોકો પરેશાન છે. ત્યારે ખરતા વાળને કેવી રીતે અટકાવવા અને નવા વાળ કેવી રીતે ઊગાડવા તેની આજે વાત કરવી છે. ઘરે બનાવી શકાય તેવું એક તેલ અમે આપને અહીં જણાવીશું જેનાથી ખરી ગયેલા વાળની જગ્યાએ નવા વાળ ઊગવા લાગશે.
આ તેલ બનાવવા માટે જરૂરી સામગ્રી
-લસણની છ કળી,
-આંબળા બે,
-ડુંગળી એક,
-અરંડિયાનું તેલ ત્રણ ચમચી,
-નારિયેલ તેલ 4 ચમચી.
રીત
સૌથી પહેલા એક વાટકામાં નારિયેલ તેલ અને એરંડિયાનું તેલ મિક્સ કરી દો. હવે આ તેલમાં કાપેલું લસણ, આંબળા અને ડુંગળી ઉમેરો. આ મિશ્રણને ધીમા ગેસે પાંચ મિનિટ સુધી ગરમ કરો. પછી એક કલાક સુધી તેને ઠુંડું થવા દો.
હવે તમારું તેલ માથામાં લગાવવા માટે તૈયાર થઈ ગયું છે. આ તેલ નિયમિત લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જશે અને ખરી ચૂકેલા વાળ પણ નવા આવી જશે. સાથે વાળનો ગ્રોથ પણ વધશે.
ખોડાથી છૂટકારો
માથામાં ખોડો થવો એ એક સામાન્ય સમસ્યા છે. માથામાં ખોડો થવાથી વાળ વધુ પ્રમાણમાં ખરવા લાગે છે. જો તમે ખોડાની સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો આ તેલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આમ, જો તમે આ તેલનો નિયમિત ઉપયોગ કરશો તો તમે આ સમસ્યામાંથી સરળતાથી છૂટકારો મેળવી શકો છો.