પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલની ચોરી સામાન્ય વાત બની ગઇ છે. થોડા સમય પહેલા મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જાહેર ઉપયોગિતા લોક અદાલતમાં અરજી કરી બધા જ પેટ્રોલ પંપો પર પારદર્શી પાઇપ લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજદારનું કહેવું છેકે, તેનાથી ચોરી થતી રોકી શકાય છે.
તમે પણ ઇચ્છો તો પેટ્રોલ/ડીઝલની શુદ્ધતાની તપાસ મિનિટોમાં કરી શકો છો. તેના માટે માત્ર ફિલ્ટર પેપર પર ફ્યૂલના બે ટીપા નાખવાના રહેશે. તે માટે સૌથી પહેલા ડિલેવરી નોઝલના મોંને સાફ કરી લો. નોઝલથી ફિલ્ટર પેપર પર પેટ્રોલના બે ટીપા નાખો. બે મિનિટમાં પેટ્રોલ ફિલ્ટર પેપરથી ઉડી જશે. સુકાઇ જવા પર કલરનો દાગ રહે તો સમજી જાઓ પેટ્રોલમાં ભેળસેળ કરેલી છે.
ફિલ્ટર પેપર પણ તમારે ખરીદવાની જરૂર નથી, તમે પેટ્રોલ પંપ મોનીટર પાસેથી તેની માંગ કરી શકો છો. ફેડરેશન ઓફ મધ્ય પ્રદેશ પેટ્રોલ-ડીઝલ એસોસિએશન વાઇસ પ્રેસીડેન્ટ પારસ જૈને જણાવ્યું કે, ઘણા લોકો પેટ્રોલમાં સોલ્વેંટ મિક્ષ કરે છે, તેનાથી પેટ્રોલમાં ભેળસેળ થયા બાદ પણ દાગ રહેતો નથી. તેવામાં તમે ડેન્સિટી જારથી પેટ્રોલની શુદ્ધતાની તપાસ કરી શકો છો. દરેક પેટ્રોલ પંપ પર ડેન્સિટી જાર હોય છે.
કેટલી હોવી જોઇએ શુદ્ધ પેટ્રોલની ડેન્સિડી
– પેટ્રોલની શુદ્ધતાની તપાસ તેની ડેન્સિડીથી કરી શકાય છે. પેટ્રોલની ડેન્સિટી 730થી 800ની વચ્ચે છે, તો તે શુદ્ધ માનવામાં આવશે. 730થી ઓછુ છે અને 800થી વધારે છે તો તેમા ભેળસેળ કરી હોઇ શકે છે.
– ડીઝલની ડેન્સિટી 830થી 900ની વચ્ચે હોય છે.
ડેન્સિટી જારથી પણ કરાવી શકો છો તપાસ
– ફિલ્ટર પેપર બાદ પણ તમને ફ્યૂલની શુદ્ધતા પર શંકા છે તો તમે ડેન્સિટી જારથી તેની તપાસ કરાવી શકો છો.
– ડેન્સિટી ચેક કરવા માટે તમારે 500ml જાર, હાઇડ્રોમીટર, થર્મોમીટર અને ASTM (અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ ઓફ મટિરિયલ્સ) કન્વર્સન ચાર્જની જરૂર પડશે. હાઇડ્રોમીટર કોઇપણ લિક્વિડની ડેન્સિટી તપાસ માટે એક યોગ્ય સાધન છે.
– દરેક વસ્તુઓ પેટ્રોલ પંપ ઉપલબ્ધ હોય છે.
– ડેન્સિટી જારમાં ઘનતાના અલગ-અલગ ટેમ્પ્રેચર પર ડિફરેન્સ નિકાળવામાં આવે છે.
– ગ્રાહક પ્રોટેક્શન એક્ટ 1986 અનુસાર, દરેક ગ્રાહકને પેટ્રોલની શુદ્ધતા માપવાનો અધિકાર છે.
– ઘણીવાર નોઝલમાં છેડછાડ કરી 100થી 150ml સુધીની પેટ્રોલની હેરાફેરી કરવામાં આવે છે. તેવામાં શંકા હોવા પર 5 લીટર ટેસ્ટ કરવું જોઇએ. પેટ્રોલ પંપ પર 5 લીટરનું એક પ્રમાણિત વાસણ હોય છે. તમે તેમા 5 લીટર પેટ્રોલ ડીઝલ નાખી તપાસ કરી શકો છો કે માપ યોગ્ય છે કે નહીં.
કોઇ ભેળસેળ કરે તો શું કરવું
– દરેક પેટ્રોલ પંપ પર કંપનીના અધિકારીઓનો નંબર લખેલો હોય છે, ભેળસેડ થવા પર તમે ડાયરેક્ટ અધિકારીને ફરિયાદ કરી શકો છો.
– તમે કંઝ્યૂમર કોર્ટમાં પણ તેની ફરિયાદ કરી શકો છો અને પેટ્રોલ વેચનાર કંપની પાસેથી વળતરની માંગ કરી શકો છો.
– કંપનીમાં ફરિયાદ થ વઆ પર આ પ્રકારના પેટ્રોલપંપ સંચાલકોને નોટિસ અને પેનલ્ટી લગાવવામાં આવે છે.