ગુજરાતનું એક અવું ગામ જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણનું એકમાત્ર મંદિર છે જેમાં માતા સીતાની પ્રતિમાં નથી. આ ગામમાં એવું કહેવાય છે કે જ્યારે પંચવટીમાં માતા સીતાના હરણ બાદ જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ માતા સીતાની શોધમાં નીકળ્યા હતા તે સમયે ભગવાન રામ એને લક્ષ્મણ અહી આવ્યા હતા. તે સમયે સર્ભાવ ઋષિએ કોઢના રોગથી પીડાતા હતા અને ભગવાન રામે સર્ભાવ ઋષિને આ રોગમાંથી મુક્ત કર્યા હતા.
ગુજરાતના ખેડા જિલ્લાના જંગલ વિસ્તારમાં કેટલાય ઋષીઓ તપ કરીને ધન્યતા અનુભવી છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં એક એવું જ ગામ આવેલું છે જ્યાં માતા સીતા વિનાનું ભગવાન રામ અને લક્ષ્મણનું મંદિર આવેલું છે. આ ગામનું નામ લસુન્દ્રા છે. આ ગામે અવું કહેવાય છે કે, રામાયણ અને મહાભારત સમયે રામ અને પાંડવો પણ અહીં ઘણો સમય વિતાવી ચમત્કારિક દેવસ્થાનો બનાવામાં આવ્યા હતા. જ્યાં આજે પણ ચમત્કાર જોવા મળી રહ્યા છે. આવી જ એક જગ્યા આજે પણ હાલ કઠલાલ તાલુકાનું લસુન્દ્રા ગામે પંચવટીમાં માતા સીતાના હરણ બાદ માતા સીતાની શોધમાં ભગવાન રામ અને લક્ષ્મણ અહીં આવ્યા હતા. ત્યારે સર્ભાવ ઋષિના આશ્રમે આવ્યા હતા. આ ઋષિ કોઢના રોગથી પીડાતા હતા ત્યારે ભગવાન રામે બાણના પ્રહારથી ગરમ પાણીની ધારા પ્રગટ કરી હતી. આ ધારામાં ઋષિને સ્નાન કરાવી રોગ મુક્ત કર્યા હતા.
આજે પણ આ ગામમાં કુંડમાં સ્નાન કરવાથી રોગીઓના રોગ દુર થાય છે તો પુરા ભારતમાં એક માત્ર રામ અને લક્ષ્મણનું મંદિર છે જેમાં સીતા માતાની પ્રતિમાંનું સ્થાપન કરવામાં આવ્યું ન હતું. આજે પણ ગરમ પાણીના 9 અને ઠંડા પાણીના કુંડ આવેલા છે અને સાથે રોગમુક્ત બનેલા સર્ભાવ ઋષિએ અહીં રામ અને લક્ષ્મણનું મંદિર બનાવ્યું હતું, જે આજે પણ અહીં જોવા મળે છે જ્યારે રામ અને લક્ષમણ બે બાઇઓનું માતા સીતા વિનાનું આ એક માત્ર મંદિર છે. અહીંના ગરીબ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ ગણાય છે. આ ગરમ કુંડ, અહીંના સ્થાનિક વિદ્યાર્થીઓ દર શનિ અને રવિવાર સહિત ધાર્મિક તહેવારોમાં આ ગરમ તથા ઠંડા પાણીના કુંડમાંથી પાણી કાઢીને નાહવાની વ્યવસ્થા કરી આપે તે બદલામાં યાત્રાળુઓ આ લોકોને પૈસા આપે છે.
તુલસી-શ્યામ ગરમ પાણીનાં કુંડ
તુલસી-શ્યામ જૂનાગઢથી 65 કિલોમીટરના અંતરે આવેલું છે અને તેની ચોતરફ ગામડા નહી પરંતુ ફક્ત જંગલ જ આવેલું છે. આ ગુજરાતનું એક મહત્વનું યાત્રા સ્થળ છે. અહીં 700 વર્ષ જૂનું રૂકમણી દેવીનું મંદિર આવેલું છે અને ગરણ પાણીના કૂંડ પણ આવેલા છે. અહીં ખાસ વાત એ છે કે આ કુંડોના પાણીનું તાપમાન જુદુ- જુદુ રહે છે.
ટીવા-ટીંબા ગરમ પાણીનાં કુંડ
ગુજરાતનાં ગોધરાથી આશરે 15 કિલોમીટરનાં અંતરે આવેલું ટીવા-ટીંબા પણ ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે. કહેવાય છે કે અહીંના કુંડનું પાણી હંમેશા ગરમ જ રહે છે અને ક્યારેય સુકાતુ પણ નથી. આ રહસ્યનાં કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન રામે અહીં યાત્રા કરી હોવાનું કહેવાય છે. જો કે ગરમ પાણી અંગેનું રહસ્ય હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.
ઉન્નાઈ-ગરમ પાણીનું તળાવ
નવસારી પાસે આવેલું ઉન્નાઈ ગુજરાતના પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે, ઉન્નાઈમાં એક એવું તળાવ છે, જેનું પાણી હંમેશા ઉકળતું જ રહે છે. જો કે અહીં આવતા પ્રવાસીઓ તેમ છતા આ પાણીમાં સ્થાન કરે છે. એવી માન્યતા છે કે, પાણીમાં સ્થાન કરવાથી લોકોની બીમારીઓ દૂર થાય છે.