સોશિયલ મીડિયાના ઉપયોગમાં સતર્કતા ન દાખવનારાઓ હનીટ્રેપનો શિકાર બની શકે છે. સોશિયલ મીડિયાના ફેસબુક મેસેન્જરના માધ્યમથી રૂપલલનાઓ શિકારને ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા ખંખેરતી હોવાના કિસ્સા ઉત્તરોત્તર વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. અશોભનિય સેક્સ ચેષ્ટાનો 12 મિનિટના વાઇરલ થયેલા વીડિયોએ અન્યને સતેજ કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગુજરાતમાં મહિલાઓની મોહમાયામાં ફસાઈને પૈસા પડાવી લેવાની ઘટનાઓમાં વધારો થયો છે. પહેલાં હનીટ્રેપ દ્વારા લોકો સાથે પૈસા પડાવવામાં આવતા હતા. ત્યારે વડોદરામાં પ્રેમની લાલચ આપીને યુવકો પાસેથી લાખો જેટલા રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી ચૂકી છે. ત્યારે હવે વડોદરામાં રાજકીય નેતા બાદ વકીલ અને મંદિરના પૂજારીનો હનીટ્રેપનો વિડીયો વાયરલ થયો છે.
વડોદરા કોર્ટના સિનિયર વકીલ અને બહુચર માતા મંદિરના પૂજારી વિઠ્ઠલપ્રસાદ પંડિતનો હનીટ્રેપનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એક નિર્વસ્ત્ર યુવતી સાથે વિડીયો કોલમાં મંદિરનો પૂજારી અને વકીલ કઢંગી હાલતમાં જોવા મળે છે. સામે યુવતી પણ કઢંગી હાલતમાં વિડીયો કોલમાં છે. ત્યારે હવે આ મામલે યુવતીએ વકીલ પાસે ખંડણી પણ માંગી હોવાની માહિતી સામે આવી રહી છે.
જોકે મંદિરના પૂજારીનો કઢંગી હાલતમાં વિડીયો વાયરલ થતા ચારિત્ર્ય પર સવાલો ઉઠી રહ્યા છે. આ વિડીયો દ્વારા મંદિરના પૂજારી અને સિનિયર વકીલનો ચેહરો બેનકાબ થયો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..