શિયાળામાં (Winter) મધ અને લવિંગના ફાયદાઃ તમે લવિંગ અને મધના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. ઘણી વખત તમે મધ અને લવિંગનો અલગ-અલગ ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ જણાવી દઈએ કે મધ અને લવિંગનો એકસાથે ઉપયોગ કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. આ બંને વસ્તુઓ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે.તેથી કેટલીક સમસ્યાઓને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની શરૂઆત થઈ રહી છે, આવી સ્થિતિમાં જો તમે મધ અને લવિંગનો એકસાથે ઉપયોગ કરો. તો આ તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. ચાલો જાણીએ કે મધ અને લવિંગ એકસાથે તમને કેવી રીતે ફાયદો કરી શકે છે.
શરદી-ઉધરસમાં આપશે રાહત
શિયાળો શરૂ થતા જ લોકોને શરદી -ઉધરસ થવી સામાન્ય બાબત છે. તેના માટે મોંઘીદાટ દવાઓ લેવા કરતા મધ અને લવિંગનો ઉપયોગ કરી શકો છો. તેના માટે 3 લવિંગને પીસીને તેમાં 1 ચમમી મધ ભેળવો અને ખાવ. આ ઉપાય તમને ઉધરસ ગળામાં ખરાશમાં રાહત આપવાની સાથે ગળાના દુ:ખાવા અને ઇન્ફેક્શનને દૂર કરવામાં પણ મદદ કરશે.
વજન ઘટાડવામાં મદદરૂપ
ઘણા લોકો વજન ઘટાડવા માટે ઘરેલું અને અસરકાર ઉપાયોની શોધમાં હશે. તો આપને જણાવી દઇએ કે વજન ઘટાડવા માટે પણ મધ અને લવિંગ ખૂબ અસરકારક છે. વજન ઘટાડવા માટે તમે મધ અને લવિંગની ચા બનાવીને પી શકો છો. આ બંને સામગ્રી કેલેરી બર્ન કરવામાં અને ભૂખ ઘટાડી પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ થશે.
લિવરને કરશે ડિટોક્સીફાઇ
મધ અને લવિંગનું મિશ્રણ લિવરને ડિટોક્સીફાઇ કરવામાં પણ મદદ કરે છે. સાથે જ બ્લડ શુગર લેવલને પણ કન્ટ્રોલમાં રાખશે. તે માટે 3 લવિંગ પીસીને તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને ખાવ.
મોઢાના ચાંદાઓમાં રાહત
ઘણા લોકોને વારંવાર મોઢામાં ચાંદાઓ પડવાની સમસ્યા હોય છે. આવા લોકો માટે લવિંગ અને મદદ રામબાણ ઉપાય છે. એક ચમચી મધમાં લવિંગનો પાઉડર મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. હવે તેને ચાંદાઓ પર લગાવો અને થોડી વાર માટે કોઇ પણ અન્ય વસ્તુનું સેવન ન કરવું. આ ઉપાયથી તમને તુરંત જ રાહત મળશે.
ખીલમાંથી આપશે છૂટકારો
લવિંગ અને મધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે, જે ત્વચાને ઇન્ફફેક્શનથી બચાવવામાં મદદરૂપ થાય છે અને ખીલની સમસ્યાથી પણ રાહત આપે છે. અડધી ચપટી લવિંગ પાઉડરમાં એક ચમચી મધ મિક્સ કરો. હવે સુતા પહેલા આ પેસ્ટને ખીલ પર લગાવો. સવારે ઉઠીને નવશેકા પાણીથી ચહેરો સાફ કરી લો. થોડા જ દિવસોમાં તમારા ચહેરા પરથી ખીલ ગાયબ થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..