108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઈમાનદારી, દર્દી પાસેથી મળેલા 23 હજાર રૂપિયા અને મોબાઈલ પરિવારજનોને પરત કર્યાં

પાવી જેતપુર ખાતે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઈમાનદારી જોવા મળી હતી. અને આ કર્મચારીઓએ દર્દી પાસેથી મળેલા 23,100 રૂપિયા, એટીએમ કાર્ડ અને મોબાઈલ તેમના પરિવારજનોને પરત કરતા માનવતા મહેકી ઉઠી હતી.

108ના કર્મચારીઓએ પરિવારનો સંપર્ક કરીને રૂપિયા સહિતની વસ્તુઓ પરત કરી

પાવી જેતપુરની અડીને આવેલા રતનપુર ખાતે 2 દિવસ પહેલા ટ્રેક્ટરની અડફેટે એક બાઇક ચાલક જયંતીભાઈ નારસિંગભાઈ આવી જતા જયંતીભાઈને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેની જાણ પાવી જેતપુર 108 એમ્બ્યુલન્સની ટીમને થતા ફરજ પરના કર્મચારીઓ ઇ.એમ.ટી. રાજુ રાઠવા તથા પાઇલોટ સતિષ રાઠવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયેલા જયંતિભાઈને 108 એમ્બ્યુલન્સમાં લઇને બોડેલી પબ્લિક હોસ્પિટલમાં લાઇ ગયા હતા.

108 એમ્બ્યુલન્સનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓની તપાસ કરતા તેમના ખિસ્સામાંથી રોકડા 23,100 રૂપિયા, એક એટીએમ કાર્ડ, પાનકાર્ડ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેના આધારે કર્મચારીઓએ જયંતિભાઈના પરિવારજનોનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરીને બોલાવ્યા હતા. બાદમાં રોકડા 23,100 રૂપિયા, એટીએમ, પાનકાર્ડ અને મોબાઈલ ફોન પરત કરીને ઇમાનદારીનો નમૂનારૂપ દાખલો સમાજને બતાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો