વજન ઘટાડવા માટે ઘરે જ બનાવો વેટલોસ પાઉડર, માત્ર 1 જ સપ્તાહમાં 3થી 4 કિલો વજન ઘટાડી દેશે આ ચૂર્ણ, જાણો અને શેર કરો

ગમે ત્યાં જાઓ મેદસ્વીતાથી પરેશાન લોકો તમને જોવા મળી જ જશે. તેનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને દિનચર્યા છે. શરીરની એક્સ્ટ્રા ચરબીથી છુટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર દેખાતી નથી. જેથી આજે અમે તમને એક એવા ઘરેલૂ ચૂર્ણ વિશે જણાવીશું, જે એક જ સપ્તાહમાં 3-4 કિલો સુધી વજન ઉતારી શકે છે. સાથે જ તે હાર્ટ એટેક, ડાયાબિટીસ, થાઈરોઈડના દર્દીઓ માટે પણ ફાયદેમંદ છે. આ ચૂર્ણ રોજ ખાવાથી તરત અસર દેખાશે.

વેટલોસ પાઉડર બનાવાની રીત

  • 3 ચમચી ઈસબગુલ
  • 2 ચમચી વરિયાળીનો પાઉડર
  • 2 ચમચી ત્રિફલા પાઉડર
  • 2 ચમચી ધાણા પાઉડર
  • 2 ચમચી જીરું પાઉડર

આ રીતે બનાવો

સૌથી પહેલાં 1 બાઉલમાં આ બધી વસ્તુઓ લઈને બધું બરાબર મિક્સ કરી લો અથવા તો તમે બંધુ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પણ મિક્સ કરી શકો છો. પછી આ પાઉડરને એક કાંચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો.

આ રીતે ખાઓ

દરરોજ દિવસમાં 2વાર 1-1 ચમચી આ પાઉડર નવશેકા પાણી સાથે ખાઓ. 1 ચમચી સવારે ખાલી પેટે અને પછી અડધો કલાક કંઈપણ ખાવું નહીં અને રાતે જમ્યાના 2 કલાક પછી આ ચૂર્ણ ખાઓ.

આ ચૂર્ણમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ફાયદા

ઈસબગુલ

આમાં વજન ઓછું કરવાના ગુણ હોય છે. તેની સાથે જ આ પેટના ટોક્સિન્સ પણ બહાર નીકાળે છે અને પેટને હેલ્ધી રાખે છે.

ધાણા પાઉડર

આમાં એક બહુ જ સારો કમ્પાઉન્ડ ક્વર્સેટિન હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. સાથે જ મેટાબોલિઝ્મ વધારે છે. જેનાથી વજન જલ્દી ઘટવા લાગે છે.

ત્રિફલા

આ બોડી ટોક્સિન્સને દૂર કરી બોડી ફંક્શન સુધારે છે. સાથે જ તેને રેગ્યુલર રહેવાથી બોડી શેપમાં રહે છે અને પાચન સુધરે છે.

વરિયાળી

આમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે, જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધવા દેતું નથી અને બોડીને શેપમાં રાખે છે.

જીરું

આ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો