શરીરની કોઇપણ બ્લોક નસ ખોલવા માટે અપનાવી જુઓ આ ચૂરણનો ઉપાય, ચોક્કસ મળશે રાહત જાણો અને શેર કરો

આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે આપણે કોઇને કોઇ બીમારીથી પરેશાન રહીએ છીએ. જેમાથી એક સમસ્યા છે નસ બ્લોક થઇ જવાની. જે ચાળીસી બાદ ઘણાં બધાને સતાવે છે. આપનાં ઘર પરિવારમાં પણ જો કોઇ વ્યક્તિ હોય જે આ પ્રકારની બીમારીથી પીડાતું હોય તો આ ઉપાય તેમને ફાયદાકારક નીવડશે. ચાલો તેનાં પર કરીએ એક નજર.

નસમાં બ્લોકેજ આવવું એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. અનેક આનુવંશિક સ્થિતિમાં આ બ્લોકેજ થવું ખતરો બની જાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. જો નસ બ્લોક થવાની શરૂ થઇ જાય તો આ કામમાં વિધ્ન આવે છે. મોટા ભાગે નસમાં બ્લોકેજ પગનાં ભાગમાં આવે છે. બાદમાં તે હાથમાં પહોંચે છે. અને ધીરે ધીરે તે મગજ સુધી પણ જઇ શકે છે. તેમજ તે શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જેને સારુ થવામાં થોડોક સમય લાગે છે. પરંતુ તે ઘરેલું ઉપચારથી બરાબર થઇ જાય છે.

આજે અમે તમારા માટે એક એવો નુસ્ખો લાવ્યા છીએ જે શરીરની નસોને ખોલવામાં મદદ કરશે. આ એક એવું ચૂર્ણ છે, જે રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓથી બનાવવામાં આવ્યું છે. આ વસ્તુને નાના-નાના ભાગમાં સેવન કરીને શરીરની બ્લોક નસો ખોલી શકો છો. આ એક કુદરતી ઉપાય છે. જેની કોઇ સાઇડ ઇફેક્ટ નથી થતી. આવો જોઇએ કેવી રીતે બનાવાય આ ચૂર્ણ.

સામગ્રી-

1 ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ તમાલપત્ર, 10 ગ્રામ મગજ, 10 ગ્રામ સાકર(આખી), 10 ગ્રામ અખરોટ, 10 ગ્રામ અળસી, કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, બધુ જ તમારા રસોડામાંથી જ મળી જશે

બનાવવાની વિધિ-

ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. ચા પી શકો છો. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આપેલી તમામ જાણકારી સર્વ સામાન્ય માહિતીને આધારિત છે. અમે તેની કોઇ પુષ્ટી નથી કરતા. ચોક્કસથી તેના પર અમલ કરતા પહેલા તે અંગેના જાણકાર કે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો