બાળકોને કબજિયાત કે પેટમાં દુખાવો થાય તો તરત જ કરો આ 4 ઉપાય, દવાઓ વિના જ મટી જશે, જાણો અને શેર કરો

આજકાલ મોટાઓને જ નહીં પણ નાના બાળકોને પણ કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. જેને દૂર કરવાના ચાર બેસ્ટ દેશી ઉપાય જાણી લો.

કબજિયાત કે પેટ દર્દમાં આરામ આપશે આ ઉપચાર

બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માં જો ખાનપાનમાં ધ્યાન ન આપે તો નવજાત શિશુને પણ કબજિયાતની તકલીફ થતી હોય છે આ સિવાય આજકાલ નાના બાળકો ફાસ્ટફૂડ, જંકફૂડ અને બહારનો ખોરાક વધુ ખાવા લાગ્યા છે. જેના કારણે પણ બાળકોમાં કબજિયાતની સમસ્યા વધી ગઈ છે. કબજિયાતની સમસ્યા નાના બાળકોને થવા પર પેટમાં દર્દની સમસ્યા પણ વધે છે. જોકે શરૂઆતમાં જ ધ્યાન આપીને જો કેટલાક નુસખાઓ અપનાવવામાં આવે તો તેનાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે.

આ ઉપાય કરી લો

બેકિંગ સોડાથી શેક
આ ઉપાય દરેક ઉંમરના બાળકોમાં અપનાવી શકાય છે. તેના માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા નાખીને મિક્સ કરીને લો. પછી તેમાં રૂમાલ પલાળીને નિચોલી તેનાથી પેટ પર શેક કરો. લગભગ 15 મિનિટ સુધી શેક કરો. આવું કરવાથી બાળકને કબજિયાત અને પેટ દર્દ બંને સમસ્યા દૂર થઈ જશે.

આદુની પેસ્ટ
આ ઉપાય પાંચ વર્ષની ઉપરના બાળકો માટે અપનાવો. કારણ કે આદુની તાસીર ગરમ હોય છે. જે નાના બાળકોને નુકસાન પહોંચાડી શકે છે. પાંચ વર્ષથી ઉપરના બાળકોને કબજિયાત રહેતી હોય તો તેમણે મુલેઠી અને આદુનો રસ સપ્રમાણમાં કાઢીને તેમાં મધ મિક્સ કરીને અડધી ચમચી આપો. આ ઉપાય દિવસમાં 3વાર કરો.

નારંગીનો જ્યૂસ
સૌથી પહેલાં એકદમ સરળ ઉપાય વિશે તમને જણાવીશું. બાળકોમાં કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે નારંગીનો જ્યૂસ અને પાણીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે 1 કપ નારંગીના જ્યૂસમાં અડધો કપ પાણી મિક્સ કરીને દિવસમાં 2વાર બાળકને પીવડાલો. સાંજ સુધી કબજિયાતમાં આરામ મળશે. 6 મહિનાથી નાના બાળકને ડોક્ટરની સલાહ વિના આપવું નહીં.

કિસમિસ
કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે કિસમિસ પણ બહુ જ ફાયદાકારક રહે છે. જો બાળકને કબજિયાત રહેતી હોય તો 3-4 કિસમિસને પાણીમાં પલાળી દો. પછી તેનો જ્યૂસ કાઢીને બાળકને આપો. થોડાં કલાકમાં જ બાળકને સારું થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો