કુદરતી ઉપાયથી મેળવો વંદાઓથી છુટકારો, આ સરળ ટ્રિક્સથી ઘરમાંથી જાતે જ ભાગશે વંદા, નહીં પડે કોઇની જરૂર

રસોડામાં વંદો (cockroaches in kitchen) જોવો કોઈને નથી ગમતો. તેઓ ખૂબ ગંદા હોય છે. જ્યારે ગરમી વધે ત્યારે આવા જંતુઓ અંદર આવે છે અને તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે. પરંતુ અહીં આ વંદાઓથી છુટકારો (get rid from cockroaches) મેળવવા માટે કેટલીક કુદરતી ઉપાય જણાવ્યા છે. જે તમને મદદરૂપ સાબિત થઈ શકે છે.

ખાવાનો સોડા અને ખાંડ
વંદાને જાળમાં ફસાવવાનો આ એક આસાન ઉપાય છે. એક વાડકીમાં ખાવાના સોડા અને ખાંડને મિક્સ કરો અને તેમને વંદા આવતા હોય તેવી જગ્યાએ છાંટો. હવે, તમારે ફક્ત વંદાની રાહ જોવાની છે, કારણ કે, ખાંડ ખાવા માટે વંદા આકર્ષિત થશે અને ખાવાનો સોડા તેમને મારવાનું કામ કરશે.

તમાલપત્ર
તમાલપત્રની ગંધથી વંદા દૂર ભાગે છે. ઘરે જે ખૂણામાં વંદા હોય ત્યાં કેટલાક તમાલપત્ર મસળીને નાખી દો. વંદા તે જગ્યાએથી જતા રહેશે. ઉલ્લેખનીય છે કે, તમાલપત્રને હાથમાં મસળવાથી તેલ દેખાશે, જેની ગંધથી વંદા દૂર ભાગે છે. જોકે, સમયાંતરે તમારે પત્તાં બદલતા રહેવું.

ઓઇલ
તમે વિચારતા હશો કે બ્યુટી ઓઇલ વંદા કેવી રીતે ઘટાડી શકે? પરંતુ, વંદા કોઈ તીવ્ર ગંધ સહન કરી શકતા નથી. તેથી, તેમને ભગાડવા અથવા તેમને મારી નાંખવા માટે રસોડામાં સિંક અને કેબિનેટમાં લવંડર, પીપરમિન્ટ અથવા કોઈપણ તીવ્ર સુગંધિત તેલનો દરેક ડ્રોપ મૂકો. તેને સમગ્ર રસોડામાં સુગંધિત થવા દો. તેમજ કેરોસીનથી પણ વંદા ભાગે છે.

લીંબુ
લીંબુ માત્ર એક શક્તિશાળી ક્લીનર નથી, પરંતુ તે વંદાને પણ ભગાડી શકે છે. રોગકારક ગુણધર્મોને કારણે જંતુઓ તેનાથી દૂર રહે છે. તમારે ફક્ત સ્પ્રેવાળી બોટલમાં લીંબુ નિચોવવાની જરૂર છે અને તેને દરેક ખૂણામાં સ્પ્રે કરો. તમે લીંબુની છાલને પીસીને જમીન પર મૂકી શકો છો.

કાકડી
બિલાડી, કુતરા, વંદો અને કીડીઓ કાકડીની ગંધ સહન કરી શકતા નથી. જો તમે કીડીઓ અને વંદાને ભગાડવા ઈચ્છતા હોવ, તો કાકડીને નાના ટુકડાઓમાં કાપીને દરેક ખૂણામાં મૂકી દો.

પાણી અને વિનેગર
આ વંદા ભગાડવાની સૌથી સરળ રીત છે. પાણીમાં વિનેગર ભેળવીને તમે સરળતાથી વંદાથી છુટકારો મેળવી શકો છો. આ માટે થોડું ગરમ ​​પાણી લો, તેમાં સફેદ સરકાનો 1 ભાગ ઉમેરો અને બંનેને સારી રીતે મિક્સ કરો. હવે તેનાથી તમારા રસોડાનો સ્લેબ, કેબિનેટ વગેરે સાફ કરો અને કુક ટોપ પણ સાફ કરો. તેને રસોડાના સિંક, પાઈપોમાં રાત્રે મૂકો. જેનાથી તે જંતુમુક્ત થશે અને વંદો તમારા રસોડાથી દૂર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો