દાંતમાં દુઃખાવો થતો હોયતો ચપટીમાં દૂર કરી દેશે આ અસરકારક ઘરેલુ ઉપચાર, ડૉક્ટર પાસે નહિ જવું પડે

દાંતનો દુઃખાવો ભલભલાની આંખમાં પાણી લાવી દે છે. જો તમને દાંત કે પેઢામાં દુઃખાવો હોય તો તમે યોગ્ય રીતે ખાઈ-પી પણ નથી શકતા. જેને કારણે તકલીફમાં વધારો થાય છે. કેટલાંક ઘરેલુ ઉપચાર એવા છે જે તમને દાંતના દુઃખાવામાં ઈન્સ્ટન્ટ રાહત અપાવી શકે છે.

મીઠાવાળુ પાણીઃ
મીઠા વાળુ પાણી તમને ઈન્ફેક્શનથી બચાવે છે. તે દાંત વચ્ચે ફસાયેલા ખોરાકને કાઢવામાં પણ મદદ કરે છે. તેનાથી દાંતના સોજા ઓછા થઈ જાય છે અને પેઢામાં મોજૂદ બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. હૂંફાળા પાણીમાં અડધી ચમચી મીઠુ મિક્સ કરીને એ પાણીને થોડો સમય મોંમાં રાખી કોગળા કરવાથી તરત રાહત મળશે.

લસણઃ
લસણ તેના ઔષધીય ગુણોને કારણે પ્રચલિત છે. તેને સામાન્ય રીતે શરદી-ઉધરસ ઠીક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે મોંના બેક્ટેરિયાને ખતમ કરવાની ક્ષમતા રાખે છે. તે પેઈનકિલરનું કામ પણ કરે છે. લસણની એક કળી ફોલીને તેની પેસ્ટ પેઢા કે દાંત પર લગાવો.

લવિંગઃ
દાંતના દુઃખાવામાં રાહત માટે લવિંગ પણ ઘણી અસરકારક છે. તેને મોંમાં દબાવી રાખો, દુઃખાવામાં રાહત મળશે.

ટી બેગઃ
ચામાં ટેનિન નામનું કમ્પાઉન્ડ હોય છે જે બેક્ટેરિયાનો ખાતમો બોલાવવામાં મદદ કરે છે. ટી બેગ્સ દાંતના દુઃખાવામાં તમને રાહત અપાવી શકે છે. ટી બેગને ઉકળતા ગરમ પાણીમાં નાંખી 5 મિનિટ રહેવા દો. બેગ કાઢીને થોડી ઠંડી થાય એટલે એ જગ્યાએ લગાવો જ્યાં દુઃખાવો થઈ રહ્યો છે.

તો ડેન્ટિસ્ટની સલાહ લોઃ
દાંતમાં હળવા દુઃખાવાને તમે ઘરેલુ ઉપચારથી મટાડી શકો છો પરંતુ દુઃખાવો વધી જાય તો તમારે ડેન્ટિસ્ટને મળવું જોઈએ.

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો