મોઢામાં છાલા પડવા સામાન્ય સમસ્યા છે. મોટા ભાગના લોકોને આ સમસ્યા થતી હોય છે. ઘણી વખત પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટની ગરમી અને કબજીયાત વગેરે થાય તો પણ મોઢામાં છાલાઓ પડી જાય છે. મોઢામાં પડેલા છાલાઓના કારણે ખૂબ તકલીફ થાય છે તો જમવામાં પણ સમસ્યા સર્જાય છે. તો સાથે જ ઘણી વખત મસાલેદાર, તળેલી વસ્તુઓ ખાવાથી અને ગરમ તાસીર વાળી વસ્તુઓ ખાવાથી પણ આ સમસ્યા સર્જાય છે. જોકે અમુક ઘરેલું ઉપાયો દ્વારા તમે આ સમસ્યામાંથી બહાર આવી શકો છો. આજે અમે તમને આવા જ અમુક અસરકારક ઘરેલું ઉપાયો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
બેકિંગ સોડા
મોઢામાં છાલા પડે તો નવશેકા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા નાખી દિવસમાં અમુક વાર કોગળા કરો. તેનાથી રાહત મળશે અને છાલાથી થતો દુખાવો પણ ઓછો થઇ જશે.
બરફ
મોઢામાં છાલા પડવાના ઘણા કારણો હોય છે. મોટાભાગે પેટની ગરમીના કારણે પણ છાલાઓ પડે છે. એવામાં બરફનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેના માટે બરફના ટુકડાને તમારી જીભ પર હળવા હાથે લગાવો અને જ્યારે લાર ટપકે તો તેને ટપકવા દો. તેનાથી દુખાવો ઓછો થશે અને આરામ મળશે.
ફટકડી
ફટડકી પણ છાલાઓ માટે એક રામબાણ ઉપાય સમાન છે. તેના માટે ફટકડીને છાલા પડ્યા હોય ત્યાં લગાવો. જોકે ઘણી વખત ફટકડી લગાવતી સમયે છાલાવાળી જગ્યાએ ખૂબ બળતરા થાય છે.
નવશેકુ પાણી
આ સરળ ઉપાય પણ તમને રાહત આપશે. તે માટે નવશેકા પાણીમાં એક ચમચી મીઠું નાખો અને તે પાણીથી દિવસમાં 1-2 વખત કોગળા કરો. તમારા છાલાઓ સૂકાવા લાગશે.
એલાયચી
લીલી એલાયચી પણ મોઢાના છાલાઓને દૂર કરવામાં ફાયદાકારક છે. તે માટે એલાયચીના દાણાઓને બારીક ક્રશ કરી તેમાં મધના અમુક ટીપા ઉમેરો. બાદમાં આ પેસ્ટને તમારા મોઢાના છાલા પર લગાવો. તેનાથી મોઢાની ગરમી દૂર થશે અને છાલાઓ પણ ઠીક થવા લાગશે.
હળદર
મોઢાના છાલાઓના આરામ માટે હળદર પણ ખૂબ ફાયદાકારક છે. થોડી હળદર લો અને તેને પાણીમાં ઉકાળો. ત્યાર બાદ આ પાણીથી કોગળા કરો. તેનાથી પણ આરામ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..