ઘણાં લોકો સવારે જાગે ત્યારે તો ફ્રેશ ફીલ કરે છે પણ આખો દિવસ કામ કર્યા બાદ સાંજ થતાં જ થાકી જાય છે અને માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. તેના અલગ-અલગ કારણો હોઈ શકે છે. જેમાં કેપેસિટીથી વધુ કામ કરવા સહિત ખોટી લાઈફસ્ટાઈલ પણ સામેલ હોઈ શકે છે. જો તમે પણ આનાથી પરેશાન છો તો આ ઘરેલૂ ઉપાયો અજમાવો. તમારી સમસ્યા દૂર થઈ જશે.
આખા દિવસની ભાગદોડ અને કામના ભારને કારણે ઘણાં લોકો સાંજે માથાનો દુખાવો થતો હોય છે. આજના સમયમાં લોકોને ટેન્શનની સમસ્યા વધુ થાય છે. આ સિવાય લોકોને થાક પણ વધુ રહે છે. જેના કારણે આ સમસ્યા થાય છે. અન્ય કારણોથી પણ આવું થઈ શકે છે. જેમાં લોકો ઘણી અલગ-અલગ દવાઓ ખાતાં હોય છે. જેનાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. તેની જગ્યાએ તમે ઘરેલૂ ઉપાયો અપનાવી શકો છો.
આ ઉપાય અપનાવો
શિયાળામાં માથાનો દુખાવો મોટાભાગના લોકોને થાય છે. તેના માટે સૂંઠનો પાઉડર બહુ જ ફાયદાકારક છે. તેના માટે સૂંઠના પાઉડરને પાણીમાં મિક્સ કરી તેનો લેપ માથા પર લગાવો. તેનાથી દુખાવામાં આરામ મળશે.
લવિંગ અને મીઠાનું મિશ્રણ
માથાના દુખાવાની સમસ્યામાં માટે મીઠામાં લવિંગનો પાઉડર મિક્સ કરીને દૂધમાં પા ચમચી મિક્સ કરીને પીવો.તેનાથી ઝડપથી માથાનો દુખાવો દૂર થશે.
લીંબુ અને ગરમ પાણી
જો તમારી પાસે સમય ના હોય તો અચાનક માથાનો દુખાવો ઉપડે તો ફટાફટ 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને પી લો. દર્દમાં રાહત મળશે. પેટમાં ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે.
તુલસી અને આદુ
તુલસી અને આદુનો ઉપાય પણ સાંજે થતાં માથાના દુખાવામાં બહુ જ ફાયદાકારક છે. તેના માટે તુલસી અને આદુને સાથે પીસીને તેનો રસ કાઢી તેને માથા પર લગાવો. તેનાથી રાહત મળશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..