એસિડિટીની સમસ્યાને દૂર કરશે આ ઘરેલૂ નુસખા, કમાલની છે ટ્રિક્સ, જાણો અને શેર કરો

એસિડિટીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને અનહેલ્ધી ખાનપાનના કારણે આજે એસિડિટીની સમસ્યા વધી રહી છે. અનેકવાર દવાઓ ખાવાથી પણ તે જતી નથી. એસિડિટીને ઘરેલૂ નુસખાથી ક્યોર કરી શકાય છે. એસિડિટીને માટે કેટલાક ખાસ ઉપાય કરી લેવાથી પાચન સારું રહે છે. કિચનમાં અનેક વસ્તુઓ હોય છે જેની મદદથી એસિડિટીથી છૂટકારો મેળવી શકાય છે. તો જાણો શું છે એસિડિટી થવાના કારણો.

એસિડિટીના કારણો

પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડનો વધુ સ્ત્રાવ
તળેલી અને મસાલેદાર ચીજોનું સેવન
તીખા અને ખાટા ખોરાકનું સેવન
સોફ્ટ ડ્રિંક્સનું સેવન
ચિંતા વધવી
ફર્મેંટેડ ફૂડ્સનું વધારે સેવન કરવું
કસરત કે યોગ ન કરવા
ખાવાનું સ્કીપ કરવાની આદત
પાચનતંત્રનું સારી રીતે કામ ન કરવું
 
પેટના ગેસ અને એસિડિટીથી રાહત મેળવવાના ખાસ ઘરેલૂ નુસખા

1 ચમચી અજમાનો પાવડર અને 1 ચમચી સૂંઠનો પાવડર મિક્સ કરો. તેમાં 1 ચપટી સિંધવ મીઠું મિક્સ કરો. તેને 1 ચમચી લઈને એક કપ ગરમ પાણીમાં મિક્સ કરીને પીઓ. પેટ ફૂલવું, એસિડિટી, પેટનું દર્દ, અપચો અને લૂઝ મોશનમાં આરામ મળશે.
અજમો એસિડિટીથી રાહત મેળવવાનો પ્રાકૃતિક અને ઘરેલૂ ઉપચાર છે. 3 ચમચી અજમાને લીંબુના રસમાં મિક્સ કરો. તેને સૂકવીને તેમાં કાળું મીઠું મિક્સ કરો. ગેસની સમસ્યાથી બચવા માટે મિશ્રણને 1 ચમચી 2 વાર ઉપયોગમાં લો.
 
એક ચમચી અજમાને થોડા સિંધવ મીઠા સાથે મિક્સ કરીને લેવાથી ગેસ કે ગેસ્ટ્રાઈટિસની સમસ્યાથી છૂટકારો મળે છે.

અજમાના બીજ થાઈમોલથી ભરપૂર હોય છે જે ગેસ્ટ્રિક રસને સ્ત્રાવિત કરવામાં મદદ કરે છે. તેનાથી પાચનમાં મદદ મળે છે. અજમો ગેસ, પેટ ફૂલવું અને અપચાને ક્યોર કરવામાં મદદ કરે છે.

1/2 લિટર પાણીમાં 3-4 ચમચી અજમો મિક્સ કરીને તેને ઉકાળો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ન થાય. મિશ્રણને ગાળી લો અને પાણી પી જાઓ. આ ગેસ્ટ્રાઈટિસની સમસ્યામાં લાભદાયી રહે છે.

જો તમને એસિડિટી, પેટ ફૂલવાની અને અપચાની સમસ્યા છે તો 1 ચમચી અજમાને હૂંફાળા પાણીની સાથે 7-10 દિવસ સુધી ઉપયોગમાં લેવાની સલાહ આપવામાં આવે છે.

અજમાના બીજ એન્ટાસિડના રૂપમાં કામ કરે છે. એન્ટી એસિડિક ગુણોથી ભરપૂર હોય છે. આ માટે અજમાના પાણીમાં ઉકાળો લો. મિશ્રણને ગાળી લો અને અપચાને દૂર કરો. અજમો, જીરું અને આદુના પાવડરના મિશ્રણનું સેવન કરવાથી એસિડ રિફ્લક્સની સમસ્યા દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો