પેટમાં થતી બળતરા અને એસીડીટીની સમસ્યાથી રાહત મેળવવા રસોડામાં રહેલી આ વસ્તુઓનો કરો ઉપયોગ

અનિયમિત અને અનિયંત્રિત ખાણી-પીણીના કારણથી આજકાલ લોકો એસીડિટી અને પેટ સંબંધી કેટલીક બીમારીઓની ફરિયાદ કરી રહ્યા છીએ. જો તમે પણ તમારા પેટની ગડબડીથી પરેશાન રહો છો તો રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓથી તમે એસીડીટીની સમસ્યાથી રાહત મેળવી શકો છો. ખાસ કરીને એસીડીટીને કારણે તમને છાતીમાં બળતરા થવા લાગે છે.

વરિયાળી
ઘણાં રેસ્ટોરન્ટમાં ભોજન બાદ વરિયાળી આપવાની પરંપરા છે કારણકે વરિયાળી પેટને ઠંડુ કરવામાં મદદરૂપ છે. એવામાં એસિડીટી થવા પર થોડીક વરિયાળી પાણીમાં ઉકાળીને આખી રાત રહેવા દો અને સવારે ઉઠીને આ પાણીનું સેવન કરો. તે સિવાય તે કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે.વરિયાળીમાં રહેલા ફ્લેવોનોયડ અને પ્લામેટિક એસિડના કારણે તે એક સારુ એન્ટી-અલ્સર પણ છે.

તુલસી
એસિડીટીનો અનુભવ થવા પર તરત તુલસીના પાન ચાવો. તુલસીમાં એન્ટી અલ્સરના ગુણ રહેલા છે.તે ગેસ્ટ્રિક એસિડ્સના પ્રભાવને ઓછા કરવામાં મદદ કરે છે. એસિડીટી થવા પર તુલસીના પાનના સેવનથી ઘણા લાભ થાય

લવિંગ
લવિંગને દાંત નીચે દબાવી રાખવાથી તેનો સ્વાદ મોમાં ફેલાઇ જાય છે. આ સ્વાદ મોંમા વઘારે પ્રમાણમાં લાળનું નિર્માણ કરે છે. જેથી પાચન ક્રિયા સહેલાઇથી થાય છે. પાચન તંદુરસ્ત રહેવા પર એસિડીટીથી સહેલાઇથી આરામ મળે છે.માટે એસિડીટીની સમસ્યા થવા પર લવિંગનો ઉપયોગ કરો.

ઇલાયચી
ઇલાયચીની તાસીર ઠંડી હોય છે જેથી એસીડિટીની સમસ્યામાં ઇલાયચી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે 2-3 ઇલાયચી પીસીને પાણીમાં ઉકાળી લો. ઠંડું થયા પછી આ પાણીની પી શકો છો. જેનાથી તમને જલદી રાહત મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો