વાળ ખરવા, સફેદ થવા અને નાની ઉંમરમાં ટાલ પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પણ અહીં જણાવેલા ઉપાયથી વાળ ખરતાં બંધ થઈ જશે.
આજની ફાસ્ટ લાઈફમાં વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા ખૂબ જ મુશ્કેલ છે. સાથે જ અત્યારે વાળ અને સ્કિન સંબંધી સમસ્યાઓ પણ ખૂબ જ વધી રહી છે. જેની પાછળનું એક મોટું કારણ લોકોની બેદરકારી પણ છે. બોડીમાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન જેવા ન્યૂટ્રિઅન્ટ્સનું બેલેન્સ બહુ જરૂરી છે. જેથી વાળને ખરતાં અટકાવવા અને વાળને મજબૂત રાખવા અહીં જણાવેલી ટિપ્સ રોજ અપનાવો. ચોક્કસથી ફરક પડશે.
તેલથી માથામાં આંગળીના ટેરવાથી મસાજ કરો. તેનાથી માથામાં લોહીનું પરિભ્રમણ વધશે અને વાળ ખરતાં અટકશે.
આમળાનું તેલ વાળનાં મૂળમાં લગાવો, આનાથી વાળ મજબૂત બનશે.
કોપરાનું દૂધ વાળનાં મૂળમાં લગાડી ધીરે ધીરે મસાજ કરો, આ ઉપાય કરવાથી વાળ હેલ્ધી બનશે.
શિયાળામાં રોજ 3 થી 4 આમળા ખાઓ. આમળા વાળ માટે વરદાન સમાન છે.
નિયમિત 1 ચમચી ત્રિફળાનું ચૂર્ણ પાણી સાથે લો.આનાથી વાળ સંબંધી સમસ્યાઓ દૂર થશે.
રાતે ગાયનું ઘી પગના તળિયા પર લગાવી ઘસો.
લોખંડના વાસણમાં આમળાના ચૂર્ણને પાણીમાં પલાડી માથામાં લગાડવાથી અકાળે વાળ સફેદ થતાં અટકે છે અને વાળ મજબૂત થાય છે.
અઠવાડિયે એક વખત હોટ ટોવેલ અને ઓઈલિંગ કર્યા પછી 10 થી 15 મિનિટ માટે વાળમાં દહીં નાખવું અને શેમ્પૂ કરવું આનાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતાં અટકે છે.
આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.
વાળને લાંબા અને ચમકદાર બનાવવા માટે અઠવાડિયામાં એક વખત માથામાં હૂંફાળુ તેલ લગાડવું.
કોપરેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાણમાં ભેળવી હળવા હાથે માલિશ કરવાથી વાળ ખરતાં અટકી જશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..