ઘરમાં સ્થાપિત દેવી-દેવતાઓની સાથે જ પોતાના કુળદેવતા અને કુળદેવીની પણ જરૂર પૂજા કરવી જોઈએ, પૂજા કરતી વખતે કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

જે ઘરોમાં નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે, ત્યાંનું વાતાવરણ હકારાત્મક રહે છે. પૂરી એકાગ્રતાથી પૂજા કરનારા ભક્તોને શાંતિ મળે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. પૂજાના સંબંધમાં અનેક નિયમ પણ બતાવ્યા છે, જેનું પાલન કરવાથી પૂજા ઝડપથી સફળ થઈ શકે છે. અહીં જાણો ઉજ્જૈનના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પુજારી પં. સુનીલ નાગરના જણાવ્યા પ્રમાણે પૂજા કરતી વખતે કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ…

ઘરમાં રોજ કુળ દેવતા, કુળ દેવી, ઘરના વાસ્તુ દેવતા, ગ્રામ દેવતા વગેરેની પણ પૂજા કરવી જોઈએ.

કોઈપણ ભગવાનની પૂજામાં તેમનું આહ્વાન કરવું, ધ્યાન કરવું, આસાન આપવું, સ્નાન કરાવવું, ધૂપ-દીપ પ્રગટાવવા, ચોખા, કંકુ, ચંદન, પુષ્પ, પ્રસાદ વગેરે અનિવાર્ય રીતે થવા જોઈએ.

પૂજા માટે એવા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ જે ખંડિત કે તૂટેલાં ન હોય. ચોખા ચઢાવતાં પહેલાં તેને હળદરથી પીળા કરી લેવા જોઈએ. પાણીમાં હળદર મેળવીને તેમાં ચોખાને ડૂબાડીને પીળા કરી શકાય છે.

પૂજામાં પાનનું પત્તુ પણ અર્પિત કરી શકાય છે. ધ્યાન રાખવું જોઈએ કે માત્ર પાન જ અર્પિત ન કરો, તેની સાથે ઈલાયચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ ચઢાવવા જોઈએ. પૂરું તૈયાર બનેલું પાન અર્પિત કરશો તો શ્રેષ્ઠ રહેશે.

દેવી-દેવતાઓની સામે ઘી અને તેલ, બંનેય પ્રકારના દીવા પ્રગટાવા જોઈએ. જો તમે દરરોજ ઘીનો દીવો ઘરમાં પ્રગટાવશો તો ઘરના અનેક વાસ્તુદોષ દૂર થઈ જશે.

પૂજામાં આપણે જે આસાન ઉપર બેસીએ છીએ, તેને પગથી આમ-તેમ ખસેડવું ન જોઈએ. આસાનને હાથથી જ સરકાવવું જોઈએ.

દેવી-દેવતાઓ હાર-ફૂલ, પાનડા વગેરે અર્પિત કરતાં પહેલાં એકવાર સ્વચ્છ પાણીથી જરૂર તેને ધોઈ લેવા જોઈએ.

ઘરમાં કે મંદિરમાં જ્યારે પણ કોઈ વિશેષ પૂજા કરો ત્યારે ઈષ્ટદેવની સાથે જ સ્વસ્તિક, કળશ, નવગ્રહ દેવતા, પંચ લોકપાલ, ષોડશ માતૃકા, સપ્ત માતૃકાનું પૂજન અનિવાર્ય રીતે કરવું જ જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો