વારંવાર બીમાર પડતા લોકો ઘરે જ બનાવો આ પાઉડર, આનાથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને મળશે અનેક રોગો સામે રક્ષણ

રોગપ્રતિકારક શક્તિ શરીરને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. પરંતુ ઘણી વખત રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાના કારણે શરીરમાં રોગ પેદા કરતાં બેક્ટેરિયા ઘર કરી જાય છે અને બીમાર પાડે છે. ઋતુ બદલાય ત્યારે ખાસ કરીને શરદી-તાવ જેવી બીમારીઓ ઘેરી લે છે. આવામાં રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોમાંથી બચી શકાય છે. જાણીતા ન્યૂટ્રીશન અને હેલ્થ કોચ લૂક કાઉટીહો (Luke Coutinho)એ રોગપ્રતિકારક શક્તિ વધારતા પાઉડરની રેસિપી જણાવી છે, જેને તમે ઘરે જ બનાવીને સ્ટોર કરી શકો છો.

સામગ્રી

  • 7 ટેબલસ્પૂન વરિયાળી
  • 7 ટેબલસ્પૂન હળદર પાઉડર
  • 4 ટેબલ સ્પૂન આખા ધાણા
  • 4 ટેબલ સ્પૂન આખું જીરું
  • 3 ટેબલ સ્પૂન ઈલાયચી પાઉડર
  • 2 ટેબલ સ્પૂન સૂંઠ
  • 2 ટેબલ સ્પૂન કાળા મરી
  • અડધી ટેબલસ્પૂન તજ પાઉડર

આ રીતે બનાવો
હળદર પાઉડર અને સૂંઠ સિવાયની ઉપર જણાવેલી તમામ વસ્તુઓની ધીમી આંચે શેકી લો. ઠંડું થાય એટલે મિક્ચરમાં પીસી લો. હવે આ પાઉડરમાં હળદર અને સૂંઠ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર થયેલા પાઉડરને એરટાઈટ બોટલમાં ભરી લો.

આ રીતે કરો સેવન
દરરોજ અડધી ચમચી પાઉર હુંફાળા પાણી સાથે પી શકો છો અથવા શાકમાં ગરમ મસાલો નાખવાના બદલે આ પાઉડર નાખી શકાય છે. આ સિવાય તમે ઈચ્છો તો અડધી ચમચી પાઉડર એક ચમચી ગરમ ઘીમાં મિક્સ કરીને દરરોજ સવારે લઈ શકો છો.

આટલું ધ્યાન રાખો
જો કોઈ દવાઓ ચાલતી હોય તો આ પાઉડરનો ઉપયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ લો. જો તમને પેટને લગતા કોઈ રોગો હોય તો દરરોજ અડધી ચમચીથી પણ ઓછો પાઉડર ઉપયોગમાં લેવો.

હેલ્ધી આદતો સુધારશે રોગપ્રતિકારક શક્તિ
આલ્કોહોલ અને સ્મોકિંગ છોડો, ડાયટમાં ફળોને પણ સ્થાન આપો, દરરોજ કસરત કરો, વજન કંટ્રોલમાં રાખો, વ્યવસ્થિત રીતે હાથ ધોવાનું રાખો, 6-8 કલાકની ઊંઘ લો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો