જો તમારી આવક 18 લાખ રૂપિયા સુધીની છે અને તમે પહેલી વાર ઘર ખરીદી રહ્યાં છો તો તમને 2.40 લાખ રૂપિયાનો લાભ થઈ શકે છે. કેમ કે, સરકાર તમને હોમ લોનના વ્યાજ પર સબસિડી આપશે. અત્યાર સુધી સરકાર આ સબસિડી માત્ર 6 લાખ રૂપિયા સુધીની આવકવાળા ખરીદદારોને જ આપતી હતી. સરકારે રિયલ એસ્ટ્રેટ માર્કેટમાં તેજી લાવવા અને વર્ષ 2022 સુધી દરેકને પોતાનું પાકું મકાન આપવાનું ટાર્ગેટ પૂરૂ કરવા માટે સબસિડીના બે સ્લેમ બનાવી દીધા છે. બંને સ્લેબ 20 વર્ષ સુધીના હોમ લોન પર લાગૂ થશે.
31 ડિસેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે સબસિડીની જાહેરાત કરી હતી, પરંતુ તેની વિસ્તૃત માહિતી હવે આપાવામાં આવી છે. નવી યોજના હેઠળ ઘર ખરીદનારને તેની આવકના આધારે નક્કી કરેલા દરે સબસિડી મળશે. જો તમારી વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી છે તો 6 લાખ રૂપિયા સુધીના લોનના વ્યાજ પર 6.5 ટકાના દરે સબસિડી આપવામાં આવશે. ધ્યાનમાં રાખવા જેવી બાબત તે છે કે, તમારા લોનની રકમ જેટલી પણ હોય, સબસિડી 6 લાખ રૂપિયા સુધીની રકમ પર જ મળશે. તેનાથી વધારે રકમ પર નહી. જો તમે 9 ટકાના વ્યાજદરે 20 લાખ રૂપિયાની હોમલોન લીધી છે તો તમને 6 લાખ રૂપિયા પર માત્ર 2.5 ટકા દરથી વ્યાજ આપવાનું રહેશે અને બાકીના 14 લાખ રૂપિયા પર 9 ટકા વ્યાજ ચુકવવાનું રહેશે.
આજ રીતે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારા લોકોને 9 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ પર સરકાર 4 ટકા સબસિડી આપશે જ્યારે 18 લાક રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારા લોકોને 12 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ પર 3 ટકા છૂટ મળશે. જો 9 ટકા વ્યાજદર પર હોમ લોન લેવામાં આવે તો ત્રણે કેટેગરીની સબસિડીમાં 20 વર્ષના લોન પર લગભગ 2 લાખ 40 હજાર રૂપિયા ફાયદો થશે અને લોન રિપેમેન્ટના માસિક હફ્તામાં 2200 રૂપિયા ઓછા થશે. જો તમે વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધારે કમાણી કરો છો તો હોમ લોન પર તમને કુલ (વ્યાજ પર સબસિડી અને ઈનકમ ટેક્સમાં છૂટને જોડીને)61,800 રૂપિયા વાર્ષિક ફાયગો થઈ શકે છે.
નેશનલ હાઉસિંગ બેન્ક હુડકો પર સબસિડી સ્કીમ્સ લાગૂ કરવાની જવાબદારી છે. ઓછી આવકવાળા લોકોને સબસિડી આપવાની યોજના અંતર્ગત સરકાર અત્યાર સુધી પહેલીવાર ઘર ખરીદનારા 18,000 લોકોને કુલ 310 કરોડ સુધીની સબસિડી આપી ચુકી છે. નેશનલ હાઉસિંગ બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, સબસિડી વિતરણની ગતિમાં તેજી આવવાની છે કારણ કે હવે સ્કીમના દાયરામાં મધ્યમ આવક વર્ગના લોકો પણ આવી ગયા છે.