શું તમે જાણો છો કે તમે કેટલા કલાક સુધી પેશાબ રોકી શકો છો? ઉંમરના હિસાબથી પેશાબને રોકવાની ક્ષમતા પણ વ્યક્તિના અંદર હોય છે. એવામાં વધુ સમય સુધી પેશાબ રોકવી પણ ખતરનાક હોઈ શકે છે.
શું તમે જાણો છો કે કેટલા સમય સુધી પેશાબ રોકી શકાય છે? ઉંમરના હિસાબથી પેશાબને રોકવાની ક્ષમતા હોય છે. ઘણા લોકો યુરિનને ઘણા કલાકો સુધી રોકી લે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આમ કરવું જીવલેણ પણ સાબિત થઈ શકે છે. એટલે કે તમારે યુરિન રોક્યા પહેલા એ જાણી લેવુ ખૂબ જ જરૂરી છે કે કેટલા કલાક સુધી પેશાબ રોકી શકાય છે. જણાવી દઈએ કે પેશાબને રોકવાની દરેકની ક્ષમતા હોય છે અને તેને રોકવાના ઘણા નુકસાન હોય છે.
વધારે સમય સુધી યુરિન રોકવાથી થઈ શકે છે નુકસાન
યુરિન લીકની સમસ્યા પણ વધી શકે છે. માટે વધારે સમય સુધી યુરિન રોકવુ ખતરાથી ખાલી નથી. આમ તો આ સમસ્યા ઉંમરવાળા લોકોની સાથે બને છે. જ્યારે તે યુરીન પર કંટ્રોલ નથી કરી શકતા. પરંતુ નિયમિત રૂપથી પેશાબ રોકવાના કારણે પણ સમસ્યા ઉભી થઈ શકે છે. હકીકતે નિયમિત રીતે પેશાબ રોકવાના કારણે બ્લેડર પડવાનું શરૂ થઈ શકે છે. આજ કારણ છે કે યુરીન લીકેજ અથવા પેશાબ રોકવાની સમસ્યા થઈ શકે છે.
કિડનીને થઈ શકે છે નુકસાન
આ ઉપરાંત વધુ સમય સુધી પેશાબ રોકવા પર કિડનીને નુકસાન પણ થઈ શકે છે. કારણ કે યુરિન રોકવા પર કિડની પર પ્રેશર વધે છે. જે ભવિષ્યમાં કિડની સંબંધી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત યુટીઆઈ થવાનો પણ ડર છે.
જણાવી દઈએ કે યુટીઆઈ મહિલાઓમાં થનાર સામાન્ય સમસ્યા છે. જેના ઘણા કારણો હોય છે. જેમાંથી એક કારણ પેશાબ રોકવાનું પણ છે. સમય પર યુરિન પાસ ન કરવાથી બેક્ટીરિયાને વધવાનો મોકો મળે છે. જે બ્લેડરની અંદર સુધી પણ પહોંચી શકે છે.
કોનામાં પેશાબ રોકવાની કેટલી ક્ષમતા?
જણાવી દઈએ કે બાળકોનું બ્લેડર 1-2 કલાક જ પેશાબ રોકી શકે છે. ત્યાં જ્યારે તે થોડા મોટા થઈ જાય છે તો તેમની યુરિન રોકવાની ક્ષમતા વધીને 2-4 કલાક થઈ જાય છે. તે ઉપરાંત એક વ્યસ્ક વ્યક્તિ વધુમાં વધુ 6-8 કલાક યુરિનને હોલ્ડ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..