શીળસ નામથી ઓળખાતો ચામડીનો આ રોગ આયુર્વેદમાં શીતપિત્ત નામથી પણ ઓળખાય છે. ચોમાસામાં ત્વચાગત વિકારોનું પ્રમાણ વધી જાય છે. ચાલો આજે શીળસ માટે સચોટ ઉપાય જાણીએ.
શીળસ થવાનાં કારણો
આયુર્વેદના મતે આ રોગ શરીરમાં એક સાથે ગરમી અને ઠંડીના પ્રભાવનાં કારણે થાય છે. આયુર્વેદમાં શીળસને ત્રિદોષજ વ્યાધિ કહેલી છે. ઠંડી હવાનાં સ્પર્શથી કફ અને વાયુ પ્રકુપિત થઈ પિત્તની સાથે મળી બહારની ત્વચા તથા આંતરીક રક્ત ધાતુઓમાં ફેલાઈને શીતપિત્ત ઉત્પન્ન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ખટાશની એલર્જી, વાતાવરણમાં ફેરફાર, માખી-મચ્છર જીવજંતુના કરડવાથી, કૃમિનાં ઉપદ્રવથી, હેર ડાઈની એલર્જીથી, દહીં, આમલી, છાશ, ખાટાં ફળો, આથાવાળી વસ્તુઓનું વધુ પ્રમાણમાં સેવન, વિરૂદ્ધ આહાર વિહાર કરવાથી, દૂધ સાથે હીંગ, ડુંગળી, લસણ ખાવાથી, ફ્રૂટ સલાડ અને મિલ્ક શેકના સેવનથી કેટલાંકને શીળસ શરૂ થઈ જાય છે.
આટલું ધ્યાન રાખો
સૌથી પહેલાં લીંબુ, દહીં, ટમેટા, શીખંડ, જમરૂખ, ખાટાં તમામ ફળો, કેરીનું અથાણું, લીંબુનું અથાણું, હાંડવો, ઢોકળા, ખમણ, ઈડલી, ઢોંસા, ઉત્તપમ, દહીંવડા જેવી તમામ આથાવાળી વાનગીઓ અને ખાટાં પીણાં પીવાથી આ રોગ વધે છે અને વકરે છે.
આ સિવાય આઇસક્રીમ, ઠંડા પીણાં અને ઠંડો પવન કે એકદમ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પણ લાલ ચકામા અને ખંજવાળ ઉપડી આવે છે. ઘણા લોકોને રાત્રે ઠંડક અથવા એસીના કારણે પણ શીળસની સમસ્યા ઉદભવે છે. તો આ તમામ વાતોનું ધ્યાન રાખવું.
વિરૂદ્ધ આહાર વિહારનો ત્યાગ કરવો, ઇંડા માંસ-મટન બંધ કરવું. કઠોળ, દહી, શ્રીખંડ મીઠાઈનો સદંતર ત્યાગ કરવો જોઈએ. તડકામાં ના ફરવું .
શીળસ માટે ઘરેલૂ ઉપાય
- અજમો, મરી અને હળદરનું સમભાગે ચૂર્ણ લઇ જૂના ગોળમાં મેળવી સોપારી જેવડી ગોળી વાળી સવારસાંજ બે બે ખાવી.
- કારેલા, પરવળ, દૂધી, મગ, ભાત ખીચડી, મેથીની ભાજી, પાલક તાંદળજાની ભાજી લઈ શકાય.
- કાળાં મરીનું ચૂર્ણ શુદ્ધ ઘીમાં મેળવી સવાર સાંજ લેવાથી પણ લાભ થાય છે.
- કડવા લીમડાંના પાણીથી સ્નાન કરવું. -મરિચ્ચાદિતેલ-કરંજ તેલનું માલિશ કરવું અને લોહીને શુદ્ધ કરનાર ઔષધયોગોનું તબીબી સલાહ લઈને સેવન કરવું જોઈએ.
- આખા શરીરે કરંજ તેલ, મરિચ્યાદિતેલ અથવા સરસવ તેલનું માલિશ કરવું.
- રોજ જમ્યાં પછી મુખવાસમાં અજમાનો ઉપયોગ કરવો.
સવાર સાંજ અજમો અને ગોળ મેળવીને ખાવાથી શીળસમાં ફાયદો થાય છે. - કબજીયાત રહેવાં દેવી નહી. કબજીયાત રહેતી હોય તો ત્રિફળાચૂર્ણ, હરડેચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ વગેરેમાંથી કોઈ એક રાત્રે 1 ચમચી પાણી સાથે લેવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..