હિંગળાજના દર્શને પાકિસ્તાન નહિ જવું પડે, ગુજરાતમાં બન્યું અદભૂત મંદિર

કપડવંજથી 13 કિ.મી.ના અંતરે વ્યાસજીના મુવાડા પાસે ડુંગર અને ગુફાની પ્રતિકૃતિ સમાન હિંગળાજ માતાજીનું રમણીય મંદિર આવેલું છે. નવનિર્મિત એવું આ મંદિર શ્રધ્ધાળુઓ માટે અદભૂત અને આકર્ષણનું કેન્દ્ર છે. હિંગળાજ માતાજીના આ મંદિરની નજીકમાં પ્રસિધ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ અને કેદારેશ્વર મહાદેવના મંદિરો આવેલા છે. તેથી અહીં આવતા યાત્રાળુઓ હિંગળાજ માતાના મંદિરે જઇ દર્શનનો લ્હાવો લે છે.

નવનિર્મિત એવું આ મંદિર શ્રધ્ધાળુઓ માટે અદભૂત અને આકર્ષણનું કેન્દ્ર છે.

નજીકમાં વાત્રક નદી પણ આવેલી છે. અંદાજે રૂા. 80 લાખના ખર્ચે પૂ. મફતલાલ મહારાજના આશીર્વાદથી પરમ ભક્ત શોભના માના વરદહસ્તે આ મંદિરનું નિર્માણ કરાયા બાદ આ જગ્યા હવે હિંગળાજ ધામ તરીકે ઓળખાવા લાગી છે. શોભના માએ આજથી 25 વર્ષ પહેલાં દિક્ષા ગ્રહણ કરી સાંસારિક જીવન છોડી સંત જીવનની શરૂઆત કરી હતી. સને 2015માં હિંગળાજ ધામનું શિલાન્યાસ કર્યા બાદ થોડા દિવસ અગાઉ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.

વાત્રક કિનારાથીનજીક હિંગળાજ ધામની આસપાસ ઉત્કંઠેશ્વર અને કેદારેશ્વર જેવા યાત્રાધામો આવેલા છે

ગબ્બર અને ગુફાની પ્રતિકૃતિના કારણે પર્યટક સ્થળ બને એમ છે. હિંગળાજ ધામના જતીનભાઇ મહારાજના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં દર પૂનમે આ જગ્યાએ અન્નક્ષેત્ર તથા આગામી અધિક માસમાં આસપાસના ગામોમાં કથાનું આયોજન શરૂ કરવાનું આયોજન વિચારણા હેઠળ છે.

પાકિસ્તાનના હિંગળાજ માતાના મંદિરે શ્રદ્ધાળુઓ ગયા હતા

પાકિસ્તાનના હિંગળાજ માતાના મંદિરે શ્રદ્ધાળુઓ ગયા હતા

શોભના માએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના કરાંચીથી દૂર લાસ્બેલા માં હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. ગત તા. 22/10/2010ના રોજ અમદાવાદથી 11 શ્રધ્ધાળુઓ પાકિસ્તાનના આ હિંગળાજ ધામમાં ગયા હતા. આઠ દિવસના પ્રવાસ દરમિયાન મને તથા મારી સાથેના શ્રધ્ધાળુઓને હિન્દુ-મુસ્લિમ બંન્ને કોમના લોકો તરફથી પ્રેમ સંપાદન થતા અમે સૌ ભાવવિભોર બન્યા હતા.

પાકિસ્તાનમાં સ્થિત હિંગળાજ માતા નું મંદિર
હિંગળાજ માતા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

મંદિર