કેનેડામાં છેલ્લાં કેટલાંક દિવસોથી લગાતાર હિંદુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડ અને લૂંટની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.જેને કારણે ભક્તો અને પુજારીઓમાં ડરનો માહોલ છે. છેલ્લાં 10 દિવસમાં જ કેનેડામાં 6 હિંદુ મંદિરોમાં લૂંટફાટ અને તોડફોડની ઘટના બની છે. દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરવા ઉપરાંત બદમાશોએ મૂતિઓ પર શણગારેલા ઘરેણાંની પણ ચોરી કરી છે. આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે.
કેનેડામાં 15 જાન્યુઆરીથી આવી ઘટનાઓ બનવાની શરૂ થઇ છે. આ દિવસે ગ્રેટર ટોરન્ટો એરિયા (GTA)ના બ્રેમ્પટનમાં હનુમાન મંદિરમાં તોડફોડની નિષ્ફળ કોશિશ થઇ હતી. એ પછી 25 જાન્યુઆરીએ આ જ શહેરમાં દેવી દુર્ગાના મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત બદમાશોએ ગૌરી શંકર મંદિર અને જગન્નાથ મંદિરમાં પણ ઉત્પાત મચાવ્યો હતો.30 જાન્યુઆરીએ મિસિસોગામાં હિંદુ હેરિટેજ સેન્ટરમાં 2 વ્યકિતઓએ દાન પેટી અને મુખ્ય કાર્યાલયમાં તોડફોડ કરી હતી.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ આવી ઘટનાઓને મોડી રાત્રે 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે અંજામ આપવામાં આવી રહ્યો છે. CCTVમાં આરોપીઓને જે તસ્વીર સામે આવી છે તેમાં તેમના ચહેરા પર માસ્કથી મોંઢું ઢાંકી દેવામાં આવ્યું છે. આરોપીઓ મંદિરમાં ઘુસ્યા પછી ઝવેરાત જેવા કિંમતી સામાનની શોધખોળ કરતા દેખાઇ રહ્યા છે.
હિંદુ હેરિટેજ સોસાયટીના પંડિત યદુ નાથ શર્માએ કહ્યું કે આ ઘટના પછી ઘણો ડર પેસી ગયો છે. સવારે પ્રાથનાની તૈયારી કરતી વખતે ચારેબાજુ જોઇ લેવું પડે છે કે કોઇ છે તો નહીં ને.મંદિરના લાઇટો ચાલું રાખવી પડે છે.
કેનેડાના રહેવાસી અને હિંદુ ભક્ત શુભમ ભારદ્વાજે કહ્યું કે મંદિરોમાં તોડફોડની ઘટનાઓને કારણે નિરાશ છું. કેનેડામાં આવા પ્રકારની અપરાધ જોઇને ચોંકી જવાયું છે. મંદિરો પર લગાતાર હુમલાની ઘટના એક ગંભીર સમસ્યા બનતી જાય છે. જો કે અમને એવી આશા છે કે કેનેડાની પોલીસ ટુંક સમયમાં આ સમસ્યાનું નિવારણ કરશે.
કેનેડામાં રહેતા લોકોનું કહેવું છે કે કેનેડાને ધાર્મિક દ્રષ્ટિએ સહિષ્ણુ દેશ માનવામાં આવે છે અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિડન ટ્રડો પોતે હિંદુ મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે. એવા સંજોગોમાં આવી ઘટનાઓને કારણે લોકો વિચારમાં મુકાઇ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..