જયારે આખી દુનિયા હિંદુ- મુસલમાનના નામે લડી રહી છે, એકબીજા સામે ઝેર ઓકી રહી છે ત્યારે વિદેશમાં રહેતી એક મુસ્લિમ યુવતી અને ભારતમાં રહેતા હિંદુ યુવક વચ્ચે પાંગરેલો પ્રેમ અનેક બાધાઓ વચ્ચે લગ્નમાં પરિણમ્યો છે. બનેંની 3 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર ઓળખાણ થઇ હતી અને પછી દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ, પરંતુ વિધર્મને કારણે લગ્નમાં રૂકાવટ આવતી હતી, યુવક આ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા મક્કમ હતો અને તેની આ જીદ જોઇને આખરે યુવતીનો પરિવાર આ લગ્ન માટે રાજી થયો હતો.
એક ગીત છે કે પંખી, નદીયા, પવન કે ઝોકે ઇન્હે કોઇ સરહદ ના રોકે તો એમ કહેવાનું મન થાય કે પ્રેમને પણ કોઇ સરહદ અટકાવી શકતી નથી. આફ્રીકાના મોરક્કોમાં રહેતી એક યુવતીને 8000 કિલોમીટર દુર મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો હતો અને તેણી પોતાના પ્રેમ માટે પોતાનો દેશ છોડીને ભારત આવી ગઇ છે.
મોરકકોમાં રહેતી 26 વર્ષની ફાદવા લૈમાલી એક ખાનગી કોલેજમાં ભણે છે. સોશિયલ મીડિયા પર 3 વર્ષ પહેલાં ગ્વાલિયરમાં રહેતા અવિનાશ દોહરે સાથે ઓળખાણ થઇ હતી. ધીમે ધીમે આ દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ હતી. બનેં જણાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ બનેંના ધર્મ જુદા હોવાને કારણે લગ્ન થશે કે તેમ તેની બનેંને ચિંતા હતી. ફાદવાએ તેના પરિવારને જયારે હિંદુ યુવક સાથેના પ્રેમની વાત કરી ત્યારે શરૂઆતમાં તો પરિવારે સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ ફાદિયા અને અવિનાશની લવ સ્ટોરીમાં ધર્મ દિવાલ ન બન્યો અને આખરે બનેં પરિવારની સંમતિથી લવ યુગલે લગ્ન કર્યા.
આ તો તમને સુખદ એન્ડીંગની જાણકારી આપી પરંતુ, એ પહેલાં અવિનાશે યુવતીનો પ્રેમ મેળવવા માટે ઘણા પાપડ પેલવા પડયા. ફાદવાના પરિવારને મનાવવા માટે અવિનાશ બે વખત મોરક્કો ગયો હતો, પરંતુ પરિવાર માન્યો નહોતો. ફાદવાના પરિવારે એક શરત મુકી હતી કે અવિનાશ ભારત છોડીને આવે અને હિંદુ ધર્મ છોડની મુસ્લિમ ધર્મ અપનાવે તો લગ્ન શક્ય છે. પંરતુ અવિનાશે ફાદવાના પિતાને સ્પષ્ટ કહી દીધું હતું કે, ન તો હું મારો દેશ છોડીશ, ન તો હું ધર્મ પરિવર્તન કરીશ કે ન તો તમારી દિકરી પાસે ધર્મ પરિવર્તન કરાવીશ.
અવિનાશની જીદ આગળ આખરે ફાદવાનો પરિવાર નમી ગયો અને લગ્ન માટે હા પાડી. તે પછી ફાદિયાએ પોતાના દેશ મોરક્કો પાસે NOC માંગી હતી , જે પણ મળી ગઇ. આખરે અવિનાશ અને ફાદવાએ બુધવારે ગ્વાલિયરની એડીએમ કોર્ટમાં લગ્ન કરી લીધા. અવિનાશે કહ્યું હતું કે થોડા દિવસો પછી હિંદુ પરંપરા મુજબ લગ્ન કરીશું અને તે પછી રિસેપ્શન કરીશું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..