હાઈકોર્ટની ફટકાર બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતાં જ બાળકોને લઈને તંત્ર ચિંતિત બન્યું છે. શાળાઓમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે હાઈકોર્ટે શાળાઓને સૂચના આપી છે. જેમાં કહેવાયું છે કે જરૂર પડ્યે અલગ અલગ પાળીમાં સ્કૂલ ચલાવવી. આ સિવાય જરૂર હોય ત્યાં ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાની પણ સૂચના પણ આપવામાં આવી છે. આ સિવાય તમામ વ્યવસ્થાની જવાબદારી શાળાની રહેશે. ઓરડાઓની ઘટ મુદ્દે તમામ શિક્ષણાધિકારીઓને પત્ર લખી દેવાયો છે. નિર્માણ કામગીરી અને વ્યવસ્થા સહિતના મુદ્દે માહિતી માંગવામાં આવી છે.
રાજ્યમાં અનેક બાળકો કોરાનાથી સંક્રમિત
સ્કૂલમાં કોરોના અંગે શિક્ષણમંત્રીએ ખાસ નિવેદન આવ્યું છે. જેમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે વાલીઓના સંમતિપત્રક લેવાશે તથા ઓનલાઈન, ઓફલાઈન બંને વિકલ્પ રહેશે. તેમજ શાળાઓમાં ગાઈડલાઈન પાલન જરૂરી છે. રાજ્યમાં બાળકો કોરાનાથી સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે વાલીઓ ચિંતિત છે. આ પરિસ્થિતિમાં હવે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ ઉઠી રહી છે.
ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે
ઉલ્લેખનિય છે કે વાલીઓના ફરીથી સહમતી પત્રક લેવા જીતુભાઇ વાઘણીએ જણાવ્યું છે. તથા ઓનલાઈન વિકલ્પ યથાવત રહેશે તેમજ ઓફલાઇન માટે નિયમ પાલન કડક રૂપથી જરૂરી છે તે પણ જણાવ્યું છે. જેમાં કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં સંક્રમણ વધી રહ્યું છે, બાળકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. તેમણે જણાવ્યું કે શિક્ષણમાં ઓનલાઈન માટે વિકલ્પ રહેશે. ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે.
સ્કૂલોએ કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાનું રહેશે
શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, દરેક સ્કૂલોએ કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાનું રહેશે. આરોગ્ય વિભાગ સાથે અમારી વાતચીત ચાલી રહી છે અને અનેકવાર અમારા વિભાગો દ્વારા પરીપત્રો પણ થયા છે. કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન થાય. આમ પણ વાલીની સંમતિથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા હોય છે. એ પુનઃ એકવાર સંમતિપત્ર લેવાનું અને ડીઇઓ દ્વારા એક ડ્રાઇવ લેવાનું પણ નક્કી કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..