શિયાળાની સીઝનમાં પાલક ભરપૂર પ્રમાણમાં અને સરળતાથી મળી રહે છે. જો તમે હેલ્થ કોન્શિયસ છો તો તમારે આ સીઝનમાં પાલકનું સેવન કરી લેવું લાભદાયી રહે છે. તમે તેને જ્યુસ કે શાકના રૂપમાં યૂઝ કરી શકો છો. બંને સ્થિતિમાં પાલક શરીરને ફાયદો કરે છે. તો જાણો કઈ રીતે પાલક તમને ફાયદો આપી શકે છે.
પોષક તત્વોનો છે ખજાનો
પાલકમાં પોષક તત્વોનો ખજાનો હોય છે. મળતી માહિતિ અનુસાર પાલકમાં કેરોટેન, અમીનો એસિડ, આયર્ન, આયોડિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. તેમાં વિટામિન એ, સી, કે અને ઈ અને બી કોમ્પલેક્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી શરીરનું PH લેવલ બેલેન્સ રહે છે. તેમાં પ્રોટીન અને ફાઈબર પણ પૂરતા પ્રમાણમાં હોય છે.
જાણી લો કઈ બીમારીમાં લાભદાયી છે પાલકનું સેવન
એનિમિયા
શરીરમાં લોહીની ખામીના કારણે એનિમિયાની તકલીફ રહે છે. પાલકમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન મળે છે. તેની મદદથી શરીરમાંથી ઝડપથી લાલ રક્ત સેલ્સ બને છે. તેનાથી શરીરમાં લોહીની ખામી દૂર થાય છે.
રૂમેટાઈડ આર્થરાઈટિસ
પાલકનો સ્વભાવ ક્ષારિય હોય છે. આ કારણ છે કે રૂમેટાઈડ આર્થરાઈટિસની ફરિયાદમાં પાલકનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. રોજ તેના સેવનથી તકલીફમાંથી રાહત મળે છે.
પેટની સમસ્યાઓ
જે લોકોને પેટની સમસ્યા રહે છે તેઓએ પાલકનું સેવન કરવું જોઈએ. પાલકમાં વધારે પ્રમાણમાં ફાઈબર મળે છે. તેનાથી પેટની સમસ્યાઓ અલ્સર, નબળું પાચન તંત્ર અને કબજિયાતથી રાહત મળી રહે છે.
ઓસ્ટિયોપોરોસિસ
હાડકા સંબંધી ઘાતક બીમારી ઓસ્ટિયોપોરેસિસથી લડવામાં પણ પાલક મહદઅંશે મદદ કરે છે. તેમાં વિટામિન કે મળે છે. તેની મદદથી હાડકાની અંદર કેલ્શિયમને મજબૂતી મળી રહે છે. તેનાથી હાડકાનું સ્વાસ્થ્ય વધુ મજબૂત બને છે.
સ્કીન
પાલકનું નિયમિત સેવન સ્કીનને માટે ફાયદો કરે છે. પાલકનો જ્યૂસ રોજ પીવાથી સ્કીનની ખોવાયેલી ચમક પાછી આવે છે અને તેમાં સોફ્ટનેસ પણ આવે છે. સમયની સાથે તે રિંકલ્સ અને ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે. મોંઘી એન્ટી એજિંગ ક્રીમ કે સ્કીન ટોનિક્સનો ઉપયોગ કરવાને બદલે રોજ એક ગ્લાસ પાલકનો જ્યુસ પીવાથી અનેક લાભ થઈ શકે છે.
વાળ
સ્કીનની જેમ વાળને માટે પણ પાલકનો જ્યુસ ફાયદો કરે છે. વાળ પાતળા હોવાની સાથે ફરી તેમાં ખંજવાળની સમસ્યા હોય તો પાલકનો જ્યૂસ તમારી મદદ કરી શકે છે. પાલકમાં પ્રચુર પ્રમાણમાં વિટામિન બી કોમ્પલેક્સ હોય છે. તે વાળનો ગ્રોથ વધારવાની સાથે તેને મજબૂત કરવામાં પણ મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..