નહીં જાણતા હોવ લીલા ટામેટાના આ ફાયદા, વિટામિન સીનો ભરપૂર સોર્સ છે લીલા ટામેટા, જાણો અને શેર કરો

ઘરની રસોઈમાં આપણે અનેક અવનવા પ્રયોગ કરતા રહીએ છીએ. આ સમયે આપણે અનેક રંગબેરંગી ચીજોનો પણ ઉપયોગ કરીએ છીએ પરંતુ તેના ફાયદા વિશે ભાગ્યે જ જાણીએ છીએ. કેપ્સીકમ પણ અનેક રંગના મળે છે તે ટામેટા પણ લાલની સાથે લીલા રંગના પણ મળે છે. તેના અનેક ફાયદા વિશે આપણે અજાણ હોવાના કારણે તેનો ઉપયોગ ટાળીએ છીએ. આ ટામેટાનો સ્વાદ થોડો ખટાશ વાળો અને સારો લાગે છે. તે સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદો કરે છે તે પણ જાણીએ.

વિટામિન Cનું પ્રમાણ તેમાં વધારે હોય છે
લાલ ટામેટાની સરખામણીએ લીલા ટામેટામાં વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે. તેના સેવનથી તમે આ ખામીને ઝડપથી ક્યોર કરી શકો છો. લીલા ટામેટાની ચટણી, શાક બનાવીને તેનું સેવન કરવાથી તે સ્વાદિષ્ટ રહે છે અને સાથે જ સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે.

લાઈકોપીન સ્કીનને કરે છે ક્યોર
લીલા ટામેટામાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે લડવાની ક્ષમતા હોય છે. તેમાં લાઈકોપીન નામનું તત્વ હોય છે. જે સ્કીનને ફાયદો કરે છે. તેનો રસ પણ સ્કીન ટેનિંગમાં લાભદાયી બને છે. જ્યારે તમે અઠવાડિયામાં 2 વાર સ્કીન પર આ રસ લગાવો છો તો તે લાભદાયી બનવાની સાથે ડેમેજ સ્કીનને પણ સુધારે છે.

સ્કીનનો રંગ સુધારે છે
જો તમે તમારા સ્કીન ટોનમાં ફેરફાર કરવા ઈચ્છો છો તો લીલા ટામેટાનો ઉપયોગ કરી શકો છો. તમે સલાડમાં લાલને બદલે લીલા ટામેટાનો ઉપયોગ શરૂ કરો છો તો સ્કીનની અનેક સમસ્યાઓ જલ્દી ક્યોર થઈ જાય છે.

આંખનું તેજ વધારે છે
જો તમે આંખની રોશની વધારવા ઈચ્છો છો અને ચશ્માના નંબરમાં પણ રાહત મેળવવા ઈચ્છો છો તો તમે ખાસ કરીને કાળા મીઠાની સાથે એટલે કે સંચળની સાથે લીલા ટામેટાનો ઉપયોગ કરો છો તો તે આંખ સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

સ્થૂળતા કરે છે દૂર
લીલા ટામેટાનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે સાથે સ્થૂળતાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે છે. જો તમે વજનને ઝડપથી ઓછું કરવા ઈચ્છો છો તો તમે તેને સલાડની જેમ ઉપયોગમાં લો તે લાભદાયી છે.

હાર્ટ પેશન્ટને કરે છે ફાયદો
જો તમારા ઘરમાં કોઈ હાર્ટ પેશન્ટ છે તો તમારે તેમને રોજ કોઈને કોઈ રૂપમાં લીલા ટામેટા આપવા. તેનાથી લોહી સાફ રાખવામાં મદદ મળે છે અને લોહીના પરિભ્રમણને સુધારવામાં પણ મદદ મળે છે.

શુગર પેશન્ટને કરે છે ફાયદો
ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ લીલા ટામેટામાં વધારે હોવાથી ડાયાબિટિસની પેશન્ટને ફાયદો કરે છે. કેન્સર જેવી બીમારીની સામે લડવામાં પણ મદદ મળે છે. તમે તેને અનેક રીતે ડાયટમાં ઉપયોગમાં લઈ શકો છો.

મહિલાઓને માટે પણ છે લાભદાયી
વિટામિન સીનો સોર્સ હોવાની સાથે અનેક પોષક તત્વોનો ખજાનો હોવાથી લીલા ટામેટા મહિલાઓને સગર્ભાવસ્થામાં મદદ કરે છે. તમે તેને ડોક્ટરની સલાહ અનુસાર ઉપયોગમાં લઈ શકો છો. શાક, ચટણી કે સલાડ અનેક રીતે તમે તેનું સેવન કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો