ગાજર ખાવાથી કે તેનો જ્યૂસ પીવાથી આંખની રોશની વધે છે પણ એ સાચું નથી, મળતી માહિતિ અનુસાર ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટિન હોય છે જે આંખને સ્વસ્થ રાખે છે. આ સિવાય રેટિનલ હેલ્થને ઈમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે.
શું મળે છે ગાજર ખાવાથી
ખાવામાં સ્વાદિષ્ટ અને ઓછી કેલેરી વાળા ગાજરમાં પૌષ્ટિક તત્વોનું પ્રમાણ વધારે હોય છે જે તમારી હેલ્થને સારી રાખી શકે છે. તેમાં બિટા કેરોટિન, વિટામિન એ, વિટામિન સી, ખનીજ લવણ, વિટામિન બી1ની સાથે એન્ટી ઓક્સીડન્ટનું પ્રમાણ વધારે હોય છે. ગાજરને તમે કાચું પણ ખાઈ શકો છો અને સાથે જ તેની વિવિધ વાનગીઓ બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો.
કઈ સમસ્યાઓમાં લાભદાયી છે ગાજર
1. ગાજરનો કોઈ પણ રીતે કરાતો પ્રયોગ આંખને સારી રાખે છે. તેમાં બીટા કેરોટિનનું પ્રમાણ વધારે હોય છે જે ખાધા બાદ પેટમાં જઈને વિટામિન એમાં પરિવર્તિત થઈ જાય છે. આંખ માટે વિટામિન એ જરૂરી છે. તેનાથી જાંબલી કલરના દેખાનારા પિગમેન્ટમાં એટલી શક્તિ છે કે રતાંધળાપણાની આશંકા ઘટે છે. મોતિયાબિંદની આશંકાને પણ ઘટાડે છે.
2. ગાજર ખાવાથી ફેફસા, બ્રેસ્ટ અને કોલોન કેન્સરનો ખતરો પણ ઓછો રહે છે. તેમાં ફાલ્કેરિનોલ નામનું કીટનાશક મળે છે. તેનાથી કેન્સરનો ખતરો પણ 1/3 સુધી ઘટે છે.
3. ગાજરનું સેવન કરવાથી ઉમરની અસર પણ ઓછી જોવા મળે છે. આ એન્ટી એજિંગ એક્ટની જેમ કાર્ય કરે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં મળતું બીટા કેરોટિન, એન્ટી ઓક્સીડન્ટ શરીરની કોશિકાઓને રીપેર કરે છે. તેનાથી કોશિકાઓની ઉંમર ઘટે છે અને શરીર પર કરચલીઓ પડતી નથી.
4. ગાજરમાં અનેક ઔષધિય ગુણ કોઈને કોઈ પ્રકારના સંક્રમણની શંકાને ઘટાડે છે. તમે તેનો જ્યૂસ પીઓ કે તેને બાફીને ખાઓ તો પણ તે ફાયદો આપે છે.
5. સ્કીનને માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેમાં વિટામિન સી અને એન્ટી ઓક્સીડન્ટ્સ હોય છે. તેનાથી સ્કીનને સૂર્યના કિરણોથી કોઈ પણ નુકસાન થાય તો તેને બચાવી શકાય છે. વિટામિન એની ખામીથી સ્કીન, નખ અને વાળ શુષ્ક થાય છે. જો તમે નિયમિત રીતે ગાજરને પોતાના આહારમાં સામેલ કરો છો કો સ્કીન સાફ જોવા મળે છે. તેનાથી સ્કીનની કરચલીઓ, એક્ને, પિગમેન્ટેશન, અનઈવન ટોન સુધારવામાં મદદ મળે છે.
6. ગાજરના જ્યૂસમાં સિંધવ મીઠું, કોથમીરના પાન, શેકેલું જીરું, કાળા મરી અને લીંબુનો રસ મિક્સ કરીને નિયમિત રીતે પીવાથી પાચન સંબંધી ગરબડમાંથી રાહત મળી શકે છે.
7. જે લોકો અઠવાડિયામાં 5 કે તેનાથી વધારે ગાજર ખાય છે તેમને હાર્ટ એટેકનો ખતરો ઓછો રહે છે. ગાજરનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે છે અને તેમાં રહેલું ફાઈબર શરીરમાં પિત્તના પ્રભાવને ઓછો કરે છે.
8. વિટામિન એ શરીરના વિષૈલા પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થાય છે. ગાજરમાં રહેલું ફાઈબર કોલોનની સફાઈ કરીને કોલોન કેન્સરની આશંકાને ઘણા અંશે ઓછું કરે છે.
9. ગાજરના ઉપયોગથી દાંતનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તે દાંતની સફાઈ કરવાની સાથે સાથે શ્વાસને પણ સ્વસ્થ રાખે છે અને પેઢાને મજબૂત કરે છે.
10. જો તમારી સ્કીન દાઝી ગઈ છે તો તમે પ્રભાવિત ભાગ પર ગાજરનો રસ લગાવો. તમને આરામ મળશે. આ સિવાય જો તમને ખંજવાળની સમસ્યા રહે છે તો તમે ગાજરને છીણી લો અને તેમાં મીઠું લગાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..