હિમોગ્લોબિનની ઉણપથી થાય છે ગંભીર બીમારીઓ, આવા લક્ષણો દેખાય તો સામાન્ય ગણીને નકારશો નહી

સ્વસ્થ રહેવા માટે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર યોગ્ય રહેવુ જરૂરી છે. હિમોગ્લોબિનની ઉણપથી કેટલીયે સમસ્યાઓ આવી શકે છે. સામાન્ય રીતે પુરૂષોની સરખામણીએ મહિલાઓને હિમોગ્લોબિનની ઉણપ વધારે રહે છે. તમારી જાણકારી માટે શરીરમાં આયરન અને વિટામિન બીની ઉણપથી હિમોગ્લોબિનનું સ્તર ઘટવા લાગે છે.

હિમોગ્લોબિનની ઉણપથી એનીમિયા જેવી સમસ્યા થાય છે. એનીમિયા એટલે લોહીની ઉણપથી થતી બીમારી. ગર્ભવતી મહિલાઓ માટે ખુબજ ખતરનાક બને છે હિમોગ્લોબિનની ઉણપથી બાળકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં નથી રાખતુ શરીરમાં હિમોગ્લોબિનની માત્રા ઓછી થવાથી સર્ક્યુલેશન સારી રીતે થઇ શકતુ નથી. જેના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે.

ડિપ્રેશન

હિમોગ્લોબિનના ઘટવાથી વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે. શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને કારણે નર્વસ સિસ્ટમ નબળી પડવા લાગે છે. શરીરને મોટુ નુકસાન કરે છે. શરીરમાં દર્દ અને સોજો આવવો એક સામાન્ય લક્ષણ છે. શરીર પર તેની ગંભીર અસર પડે છે.

હિમોગ્લોબિનના સ્તરને જાળવી રાખવા માટે આયરન અને વિટામીનથી ભરપુર ડાયટ લેવી જોઇએ. તાજા ફળો, શાકભાજી, લીંબૂ પાલક, કિશમિશ અંજીર, જામફળ, અંકુરીત કઠોળ, બદામ અખરોટ જેવી વસ્તુઓનું સેવન કરવુ જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો