1 જાન્યુઆરીથી અમદાવાદમાં હેલિકોપ્ટર જોયરાઈડ સર્વિસનો પ્રારંભ થશે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી સાબરમતી રિવરફ્રંટથી આ સેવાનો પ્રારંભ કરાવશે, તેમ શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. આ સેવાનો પ્રારંભ થતાં અમદાવાદીઓ આકાશમાંથી શહેરનો નજારો માણી શકશે.
નવા વર્ષે અમદાવાદીઓને નવું નજરાણું આપવામાં આવ્યું છે. કોરોનાના વધતાં કેસ અને નિયંત્રણોએ શહેરીજનોના નવા વર્ષની ઉજવણીના ઉત્સાહને ફિકો નથી પડવા દીધો. કેટલાક લોકોએ ઘરે પોતાના પરિવાર સાથે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે તો કેટલાક લોકો પરિવારજનો સાથે નવા વર્ષના સ્વાગત માટે શહેરની બહાર પહેલાથી ઉપડી ગયા છે.
ફ્લાઈટ ટિકિટના ભાડા તો વધ્યા જ છે સાથે ઉદયપુર, માઉન્ટ આબુ, દમણ, દીવ, સેલવાસ અને ગોવા જેવા સ્થળોની હોટેલોમાં ભાડા પણ આસમાને પહોંચ્યા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, ઓમિક્રોનના ખતરા અને વિવિધ રાજ્યોમાં લાદવામાં આવેલા નિયંત્રણો છતાં લોકો ટ્રાવેલિંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કેટલી હશે જોયરાઈડની કિંમત
આ રાઈડ્સ દર શનિવારે બપોરે અને રવિવારે સવારે માણી શકાશે. દરેક રાઈડમાં પાંચ મુસાફરો હશે અને તે 9 મિનિટની રહેશે. આ રાઈડની કિંમત દરેક મુસાફર દીઠ રૂ. 2,360 રહેશે. જોયરાઈડ રિવરફ્રન્ટ હેલીપેડથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી જઈને રિવરફ્રન્ટે પરત ફરશે.
રિવરફ્રન્ટથી સાયન્સ સિટી સુધી પણ નવી રાઈડ શરૂ થશે
જોયરાઈડ માટે અન્ય એક રૂટ રિવરફ્રન્ટથી સાયન્સ સિટી અને ત્યાંથી પરતનો રહેશે. આ રૂટ જાન્યુઆરી, 2022ના મધ્યેથી શરૂ થશે. રાઈડ્સનું શિડ્યુલ એરોટ્રાન્સની વેબસાઈટ ( https://booking.aerotrans.in/ ) તથા ગુજરાત સરકારની વેબ પોર્ટલ્સ પર પ્રસિદ્ધ થશે.
દેશમાં પહેલીવાર રસ્તા દરે હેલિકોપ્ટર રાઈડનો અનુભવ
ભારતમાં સૌપ્રથમ વખત લોકો આટલા કિફાયતી દરે હેલિકોપ્ટર જોયરાઈડ્સનો અનુભવ માણી શકશે. એરોટ્રાન્સ મેનેજમેન્ટ કોરોનાના સંક્રમણની વર્તમાન સ્થિતિથી ચિંતિત છે. આ સર્વિસની કામગીરી અંગે એરોટ્રાન્સ દ્વારા તમામ અગમચેતીના પગલાં લેવામાં આવશે.
અમદાવાદમાં આજથી શરૂ થઈ રહેલા હેલિકોપ્ટર સેવાની વાત કરીએ તો, સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, આ હેલિકોપ્ટરનો ઉપયોગ એર એમ્બ્યુલન્સ તરીકે પણ થશે. લોકો આ હેલિકોપ્ટર ભાડે લઈને રાજ્યના જાણીતા યાત્રાધામો સુધી જઈ શકશે. આ સિવાય હેલિકોપ્ટરનો ઉપયોગ આગામી દિવસોમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન મહેમાનોને લાવવા-લઈ જવા પણ થશે.
શનિવારથી સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીને જોડતી હેલિકોપ્ટર સેવા પણ વેન્ચ્યુરા એર કનેક્ટ દ્વારા શરૂ કરવામાં આવશે. શનિવારે સુરતમાં કેંદ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના હેલિકોપ્ટર સેવાને લીલી ઝંડી બતાવી તેની શરૂઆત કરાવશે, તેમ સત્તાવાર નિવેદનમાં ઉલ્લેખ છે.
રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, ગુજરાત સરકારે સુરત અને અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની જોડતી હવાઈ સેવા માટે 9 સીટર એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ વેન્ચ્યુરા એર કનેક્ટને આપ્યો છે. જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી આ સેવા માટે દરેક ક્ષેત્રના પ્રતિ પેસેન્જર દીઠ 1,999 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..