સ્વસ્થ રહેવા માટે ડાયટમાં બદામને સામેલ કરવી બેસ્ટ માનવામાં આવે છે. તેનાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થવાની સાથે બીમારીઓથી પણ બચી શકાય છે. મગજ અને હ્રદય સારી રીતે કામ કરે છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી આવે છે.
બદામની જેમ જ મગફળી પણ ઘણાં પોષકતત્વોથી ભરપુર છે. તેનું સેવન પણ બદામની જેમ આખી રાત પાણીમાં પલાળીને કરવાથી શરીરને તમામ ઉચિત તત્વો યોગ્ય માત્રામાં મળી શકે છે. લોહીની કમી પૂરી થવાની સાથે સાથે કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો પણ અનેક ગણો ઘટી જાય છે. રોજ પલાળેલી મગફળી ખાવાથી શું ફાયદા થાય છે તે જાણો
મગફળીમાં મળી આવતાં પોષક તત્ત્વો
વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનિઝ, કોપર, આયર્ન અને સેલેનિયમ જેવાં તત્ત્વો મળી આવે છે. તેનાં સેવનથી શરીરને બીમારી સામે લડવાની તાકાત મળે છે.
પાચન તંત્ર બનાવે બહેતર
ઔષધીય ગુણોથી ભરપુર મગફળીને રોજ સવારે ખાલી પેટે ખાવાથી આરોગ્ય સારું રહે છે. પાચન તંત્ર મજબૂત બને છે અને પેટ દર્દ, એસિડિટીમાંથી રાહત મળે છે.
સાંધાનો દુખાવો દૂર થાય છે
મગફળીમાં કેલ્શિયમ, આયર્ન વગેરે વધુ માત્રામાં હોવાના કારણે તેના સેવનથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત બને છે. સાંધાના દુખાવામાં રાહત મળે છે.
કમરદર્દથી રાહત
જે લોકોને કમરદર્દની ફરિયાદ રહેતી હોય તેમણે પોતાના ડાયટમાં પલાળેલી મગફળી સામેલ કરવી જોઇએ. તેનાં સેવનથી કમર દર્દની પરેશાનીથી ઝડપથી છુટકારો મળે છે.
સ્મરણશક્તિ વધે છે
રોજ સવારે પલાળેલી મગફળી ખાવાથી મગજની કોશિકાઓ બહેતર રીતે કામ કરે છે. તેનાથી સ્મરણશક્તિ તેજ થાય છે.
લોહીની માત્રા અને આંખની રોશની વધે છે
આયર્નથી ભરપુર મગફળી ખાવાથી શરીરમાં લોહીની કમી પૂરી થાય છે. જે લોકો એનિમિયાનો શિકાર હોય તેમણે મગફળીનું સેવન ખાસ કરવું જોઇએ. તેનાં સેવનથી આંખની રોશની વધે છે અને હ્રદય પણ સ્વસ્થ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..