કેટલાક લોકોને સૂતા સમયે મોંમાંથી લાળ નીકળવાની સમસ્યા થાય છે. જાગતા સમયની તુલનામાં સૂતા સમયે વધારે લાળનું નિર્માણ વધારે પ્રમાણમાં થાય છે. સૂતા સમયે મોંમાંથી શ્વાસ લેવાના કારણે લાળ વહેવા લાગે છે. લાળ બનવાના ઘણાં કારણો હોય છે. જેમ કે ખાવા-પીવાની એલર્જી થવી કે અન્ય દવાઓના કારણે પણ વધારે લાળનું નિર્માણ થાય છે. જો સૂતા સમયે લાળ આવવાના કારણથી તમે પરેશાન છો તો આ નુસખા તમને ખૂબ મદદરૂપ થશે.
– મોંમાથી લાળ નીકળવા પર મોડૂ પચે તેવા ભોજનથી દૂર રહેવું જોઇએ અને પેટ સાફ રાખવું જોઇએ. લાળ નીકળે છે તો 2-3 તુલસીના પાન ચાવી લો અને તે પછી થોડૂક પાણી પી લો. દિવસમાં 3-4 વખત આ ઉપાય કરવાથી તમને લાળમાં છૂટકારો મળી શકે છે.
– સૂતા સમયે લાળ નીકળવા પર શરમ અનુભવવી પડે છે. તો ફટકડીને પાણીમાં મિક્સ કરીને કોગળા કરી શકો છો. જેથી તમને સૂતા સમયે નીકળી રહેલી લાળથી રાહત મળી શકે છે.
– લાળ નીકળવાથી પરેશાન છો તો તજની ચા તેના માટે અસરકારક છે. તેના માટે તજને પાણીમાં ઉમેરો અને બરાબર ઉકાલી લો અને ગાળને તેમા મધ મિક્સ કરીને પીઓ. આમ કરવાથી લાળ નીકળવાની સમસ્યા દૂર થાય છે.
– લાળ માટે આંબળાનો પાઉડર પર ફાયદાકારક હોય છે. ભોજન કર્યા બાદ તરત જ નવશેકા પાણીની સાથે આંબળાનો પાઉડર ખાવાથી આરામ મળે છે. સાથે જ આ નુસખાથી એસિડિટીમાં પણ રાહત મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..